________________
૧૪
સત્ય-અહિંસાને વધારેમાં વધારે પ્રયોગ કર્યો છે. હું પોતે ગાંધીજી પાસે રહ્યો નથી એટલે જાત અનુભવ તે નથી. પણ એક સલાહ આપું છું. તમે જે કંઈ કરે તેને જાહેરમાં એકરાર કરજે!”
પણ, ગુનાને એકરાર કરે તે પિલિસ પકડે એટલે પાટા ઉખેડનાર નાસી છૂટયા. માત્ર એક જ મર્દ ઊભો રહ્યો! પોલિસે આવીને પૂછયું: પાટા કાણે ઉખેડ્યા?” એણે કહ્યું: “મેં !” * બીજા કાણું- કોણ હતા ?” પિલિસે પૂછયું.
બીજાનાં નામ હું લેતે નથી; પણ હું એમને નેતા હત!” તેમણે કહ્યું.
પિલિસે ખૂબ માર માર્યો પણ તે અડગ રહ્યા. જેલમાં લઈ જઈને પકડી રાખ્યા. સ્વરાજ્ય આવ્યા પછી તે એ પણ છૂટી ગયા. તે દરમ્યાન એમનાં પત્ની અને કુટુંબ પણ અડગ રહ્યાં. અગુપ્તતા
આમ જ્યાં જાહેરમાં ભૂલને એકરાર કરતા આવડવું જોઈએ ત્યાં સામુદાયિક અહિંસાના પ્રવેગકારમાં અગુપ્તતા પણ હોવી જોઈએ. જે કંઈ કરે તે ખુલ્લું કરો.
સ્વરાજ્ય મેળવ્યા બાદ સમાજવાદીઓ કહેવા લાગ્યાઃ “અમે પાટા ઉખેડ્યા, ભાંગફોડ કરી એટલે વહેલું સ્વરાજ્ય આવ્યું.”
તેમને સ્પષ્ટ રીતે મારે કહેવું પડ્યું: “તમે કામ કર્યું એ ખરું પણ સ્વરાજ્યને યશ તે અહિંસાને જ આપ !”
ખરેખર ભારત જે કંઈ કરી શક્યું છે; સ્વરાજ્ય મેળવ્યું કે ભૂદાન પ્રયોગ થયે એ બધા પાછળ જે શક્તિએ મોટાભાગે કામ કર્યું છે તે અહિંસા જ છે; અને તેની જ સ્પષ્ટ અને ઉઘાડી શક્તિએ જ શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યશાહને ઝૂકાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com