________________
૧૯૬ રીતે પ્રાયોગિક સંધ તેને માટે પ્રેરક બળ રહેશે. ઘણાને આ વાતમાં જરા ગર્વ જેવું લાગશે; પણ ગાંધીજીને જેમ કોગ્રેસના સરમુખત્યાર, હિંદુઓના પક્ષપાતી કહેતા, તેમ આ બધા આક્ષેપ સહીને જ આપણે આગળ વધવાનું રહ્યું.
(૫) દેશમાં અહિંસક બળને સંપર્ક : એજ રીતે આ દેશમાં જ્યાં જ્યાં અહિસાક બળે છે તેમની સાથે સંપર્ક સાધી, જે સાધુઓ, બહેને, રચનાત્મક કાર્ય કરે છે, તેમના ગળે આ વાત ઉતારવી પડશે; ગ્રામ અને શહેરમાં ચાલતાં અનિષ્ટો અને હિંસક પરિબળોને દૂર કરવા પડશે. આ કાર્ય ચાલુ થશે એટલે અહિંસક પરિબળે પણ મળી રહેવાના એવી મારી શ્રદ્ધા છે.
ચર્ચા-વિચારણા
શ્રી. પૂજાભાઈએ આજની ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “સવારે પૂ. મહારાજશ્રીએ આ અંગે ઘણું સુંદર રીતે કહ્યું છે. મારા નમ્ર મતે તે કાર્યક્રમો આપણું જેમ-જેમ આગળ વધતા જશે તેમ-તેમ તે પરિબળોનું અનુસંધાન આપોઆપ થશે. જેમકે વૈષ્ણવો અને જેને નિરામિષાહારના કાર્યક્રમમાં આપોઆપ અનુસંધાન પામશે. કારણ એ કાર્યક્રમમાં તે બને નજીક જ છે. પછાત કોમમાં પણ ઘણું શાકાહારી નીકળશે.
રામાયણમાં હનુમાને લંકા જઈ આવ્યા પછી સાફ કહ્યું: “યુહ અનિવાર્ય છે.” તેમ આજે ભારતીય સંસ્કૃતિનું અપહરણ થયું છે. તેને જે પુનઃ વિશ્વ પ્રતિષ્ઠિત કરવી હોય તો ગાંધીયુગ પછી અનુબંધ વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com