________________
૧૮૩
અહિંસા-પાલનને ઉો પ્રવાહ ચાલે છે. એટલે વિચાર આજે જેનોમાં, માંસાહાર, મધ, કાંદા-બટાટા, શક્યાભઢ્ય, પાંચ પર્વ તિથિએ લીલેરી ન ખાવી વગેરે બાબતો તરફ છે તેટલો વિચાર, માનવનું શેષણ, અનીતિ અને અન્યાયની કમાણી તેમજ પૈસા માટે બધુયે પાપ કરી છૂટવા સુધીની મનોવૃત્તિ; આ અંગે કરતા નથી. એટલે જ સંત વિનોબાજીએ જેનોને મીઠી ટકોર કરતાં કહ્યું: “જૈનેએ અહિંસા ઉપર જેટલી ઝીણવટથી વિચાર કર્યો છે–તેટલે સત્યાચરણ–આજીવિકા શુદ્ધિ ઉપર કર્યો નથી!”
એ વાત ઘણે અંશે ખરી છે. અહિંસાના પ્રયોગો દુનિયામાં ક્યાં-ક્યાં ચાલે છે. એમાં ક્યાં સંગઠન કે પરિબળો કામ કરી રહ્યાં છે એને વિચાર સુદ્ધાં જૈન સાધુ-વર્ગ ભાગ્યે જ કરી શકતો હશે, જેટલો માંસાહારનો નિષેધાત્મક માત્ર વિચાર થાય છે; જીવદયામાં મનુષ્ય સિવાયના જીવોને જેટલે વિચાર કરે છે–તેટલે માનવેના જીવનના દરેક પ્રશ્નોમાં, જીવનના દરેક ક્ષેત્રોમાં, અહિંસાને સામુદાયિક પ્રયોગ શી રીતે થઈ શકે એને વિચાર અતિ નજીવો થાય છે. એટલે જેનેની ઊંડાણપૂર્વની અહિંસા કેવળ જૈન સમાજ સુધી જ સીમિત થઈને–અને તે પણ કઢંગી હાલતમાં પડી છે, તે છતાં અહિંસાનું આ એક પરિબળ છે ખરું ! વૈદિકે અને અહિંસા :
બીજું પરિબળ છે વૈદિક ધર્મનું અને તેમાં પણ વૈષ્ણવ લેકેનું. વૈષ્ણવોમાં ઘણું કંદમૂળ, લસણ-ડુંગળી જેવાં પણ ખાતાં નથી. તેમને પણ અહિસાને ખ્યાલ વ્યકિતગત અને ખાનપાન સુધીને છે. વેપાર વગેરેમાં નફાખરી, શોષણ વગેરે તેમાં પણ ચાલે છે. તે છતાં તેમની અહિંસાની મોટામાં મોટી મર્યાદા ગો–સંવર્ધનમાં આવી જાય છે. ગે-વધ–પ્રતિબંધ એમની પ્રબળ ભાવના છે. પણ પછી ગૌશાળાઓમાં ગોપાલન સારી પેઠે થાય કે જીવહિંસા કેમ ઘટે તે તરફ પ્રયત્ન બહુ ઓછો થાય છે.
એક ભાઈ મારી પાસે આવે ત્યારે ફરિયાદ કર્યા કરેઃ “ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com