________________
૧૮૧
શ્રી. બળવંતભાઈ “શ્રમ અને હેમાવું” એ સિદ્ધાંતને લઇને ચાલતી સન. ૧૯૨૦ પછી ઊભી થયેલી એક આંતરરાષ્ટ્રિય સંસ્થા છે. તેના નેતા બિઝેસેરે સેલ છે. આપણે જ્યારે વિશ્વશાંતિ લગી અહિંસા દ્વારા પહોંચવું છે તો આવી સંસ્થાઓ તેમજ વિશ્વનાં શાંતિનાં પરિબળો સાથે આપણે અનુબંધ જોડવો જોઈએ !”
પૂ. નેમિમુનિ ઃ “શાંતિસેના સાથે શાંતિ સહાયક સેના પણ જોઈએ. શાંતિસૈનિકો કરતાં, સહાયક સૈનિકોની યોગ્યતા ઓછી હોય તે ચાલે ! એવી જ રીતે શાંતિરક્ષક દળને પણ વિચાર જોડાય તે આખેયે, નીચેથી ઉપર લગીના ઘડતરને તાળો મળી રહે !”
પૂ. સંતબાલજી ; “શુદ્ધિપ્રયોગમાંથી જેમ શાંતિ સહાયક સહેજે તૈયાર થાય છે તેમ નૈતિક જનસંગઠને એ શાંતિરક્ષક દળની ગરજ સારે છે. અમદાવાદની ગ્રામ ટુકડીઓ, શુદ્ધિપ્રયોગ અને ચૂંટણીનાં તોફાને વચ્ચે તેજ રીતે કાર્ય થયું હતું.
(૩–૧૧-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com