________________
૧૭૬
એક ગોપાલકભાઈને તો નગ્ન કરીને પિળમાં તોફાનીઓ લઈ ગયા. ત્યાં કહેવા લાગ્યા કે “અમને લખી આપ કે અમને પૈસા આપીને ભાડેથી લાવવામાં આવ્યા છે ! ”
આ ગોપાલક ભાઈ તુંકારે પણ ન સહેનારા હતા; છતાં બધું સહ્યું અને કહ્યું: “આમ ખાટું શી રીતે લખી આપું! અમે તો ભાડેથી નથી આવ્યા! દિલથી આવ્યા છીએ.”
તેમની હેરાનગતિ વધી તે વખતે પળના એક ભાઈનામાં રામ જાગ્યા. તેમણે આવીને કહ્યું : “શું કામ નિર્દોષને હેરાન કરે છે !”
સાંળભતાં તોફાનીઓ ભાગી ગયા. ત્યારબાદ મને યાદ છે ત્યાં સુધી ૩૦ મીએ ૧૨-૧૩ શાંતિસૈનિકની ઘડાયેલી ટુકડી ગયેલી! પણ તેની અગાઉના લેકે ઘડાયેલા ન હતા છતાં શાંત કઈ રીતે રહી શક્યા? તેની પાછળ કયું બળ કામ કરી રહ્યું હતું ? જેથી નિર્ભયતાથી તેઓ સૂત્રોચ્ચાર કરીને જઈ શક્યા. એ પ્રસંગનું મહત્વ તે ભવિષ્યના ઈતિહાસમાંજ અંકાશે. આવું ઘડતર માત્ર ભાષાથી થતું નથી; વસ્તુથી પણ થતું નથી; પણ પ્રસંગો હેમવાના આવે ત્યારે બુદ્ધિથી ઝૂરવું જોઈએ. મીઠાની લડત વખતે જ્યારે ગાંધીજીએ હાકલ પાડી ત્યારે ગ્રામીણ લેકમાં અપૂર્વ જસે આવી ગયા હતા! આ પ્રસંગે જે લોકો નીકળી પડે છે તેઓ શાંતિસેનાને સહાયક થઈ શકે છે.
૧૯૪૬ માં અમદાવાદમાં જગન્નાથ મંદિર તરફથી સવારી નીકળી. તેમાં વ્યાયામ પટ્ટ હતા. પણ મુસલમાનોએ હુલ્લડ કર્યું છે તે સાંભળતાં બધા ભાગી ગયા. તે છતાં ઇદુબેન નિર્ભય થઈને મુસ્લિમોની દરગાહ પાસે ભાષણ કરતાં હતાં ! એ અજબ જેવી વાત હતી. ત્યાં ન જવું છતાં વસંતરાવ વગેરે દેડી ગયા. તે વખતે દૂધાભાઈ હરિજનનાં ટોળાં ઉપર લેકે વટવાના હતા. આ લેકે વચમાં સૂઈ ગયા. ઝનૂની ટોળાએ તેમને કરપીણ રીતે મારી નાખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com