________________
૧૬૮
દેશમાંયે પાયા છે. પણ, આ બધા પ્રવેગે વ્યકિતગત થયા છે હવે તેને સંગઠિત બળ રૂપે કરવાની જરૂર છે.
વેર વિખેર જે બળો આ દિશામાં પડ્યાં છે; તેનું સર્વપ્રથમ સંકલન કઈ રીતે થાય તે અંગે હવે પછી (આવતે અઠવાડીયે) વિચારશું. પછી એ સંગઠિત બળને પ્રવાહ આગળ ધપાવશું તે અભૂત કાર્ય થઈ શકશે. શાંતિસેનાના સંદર્ભમાં જે વ્યક્તિગત પ્રયોગો દેશવિદેશમાં થયા છે, તે અંગે થોડુંક જઈ જઈએ; જેથી ખરા શાંતિ સૈનિકને ખ્યાલ આવી જાય, યુફેંગનું અસરકારક બલિદાન:
આજનું જે રાષ્ટ્રવાદી ચીન છે, તેને આધીન ફાર્મોસા દ્વીપ હતું. ચીનના શાહ શાહે ત્યાનું રાજ્ય ચલાવવા માટે ત્યાંના એક આદિવાસી યૂફેંગની નીમણૂક કરી હતી. યુફેગે ત્યાંના આદિવાસીઓના કલ્યાણ અને શુભનિષ્ઠા દ્વારા તેમનું હૃદય જીતી લીધું હતું. તેણે આદિવાસી પ્રજાને જે હિંસક અને કુર હતી, સન્માગે અને સંસ્કૃતિને માર્ગે વાળવા માટે માથાતુટ પ્રયત્નો કર્યા. આ આદિવાસીઓમાં એક જંગલી અને કુર પ્રથા હતી, છવિત માણસેને શિકાર કરીને તેમના માથાં દેવતાએને બલિ ચઢાવવામાં આવતાં. યુફેંગે આદિવાસીઓને સમજાવીને આ કુપ્રથા બંધ કરાવવા ઘણું પ્રયત્નો કર્યા, પણ તેમાં તે સફળ ન થયો.
એક વખત આ આદિવાસીઓએ એકી સાથે ૪૦ જીવિત માણસોને શિકાર કરી નાખે. આ જોઈને યુફેંગનું હૈયું ધ્રુજી ઊઠયું. એણે તરત આદિવાસીઓને બોલાવીને નમ્ર સ્વરે કહ્યું-“જે તમે દર વરસે એક માથું દેવીને ચઢાવશે તે એટલા બધાં માથાં તમારે માટે ૪૦ વરસ સુધી ચાલશે. ત્યાં સુધી તમારે એકેય માણસને નવો શિકાર નહિ કરે. યુફેંગ પ્રત્યે આદિવાસીઓએ આદર અને પ્રેમથી, પ્રેરાઈને તેની વાત કબૂલી. યુફેંગે વિચાર્યું ૪૦ વરસ જેટલા લાંબા ગાળામાં આ લોકો
આ બધું હિંસા કરવાનું ભૂલી જશે. પણ થયું એનાથી ઉલટું જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com