________________
૧૬ર
થઈ જાય છે અને અંતે તે શરણે આવે છે. શુદ્ધિપ્રયોગ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કરવો, એને નિર્ણય વ્યકિત નહિ લઈ શકે, સંસ્થા જ લઈ રાકશે. અંતની મીઠાશ
આમ હૃદયપૂર્વક અન્યાયી પિતાની ભૂલનો એકરાર કરે છે ત્યારે અંતે શુદ્ધિપ્રયોગકારો સાથે તેનું મિલન થાય છે. તે વખતે ગોળ ધાણા પરસ્પરને ખવડાવીને મે મીઠાં કરાય છે; અન્યાયની કડવાશ જતાં; ન્યાયની મીઠાશ આવે છે. આ વખતે ખાસ કરીને શુદ્ધિપયોગકાર માટે વિશેષ તબક્કો આવે છે. તેણે જેના થકી સહન કર્યું છે તે વિરોધી માટે પણ તેના દિલમાં ડંખ રહેવો ન જોઈએ.
શુદ્ધિપ્રયોગ એક એવા પ્રકારની જાગૃતિ પેદા કરે છે કે અનિષ્ટો તેનાથી દુર ભાગે છે. સાથે જ એમાં કોઈપણ પ્રકારની હિંસા ન હોઈને તે સામુદાયિક અહિંસાને પ્રચાર કરવામાં મદદરૂપ હોઈ તેને મુખ્ય સાધન તરીકે લેવામાં આવેલ છે.
ચર્ચા-વિચારણા શ્રી. પૂજાભાઈએ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “લેક તાત્કાલિક પરિણામ તરફ જુએ છે. તેના લીધે કામ કાચું રહી જાય છે. એક બાજુ ચોરીના ગુનેગારને શારીરિક સજા થાય અને માલ પાછો મળે તેનું પલ્લું જુઓ અને બીજી બાજુ ચેરીને ગુનેગાર સમાજ અાગળ એકરાર કરે અને સુધરે તેમજ માલ પાછો મળે અને ન પણ મળે; છતાં ચોરીના ગુન્હાઓ બીજે રસ્તે જ ઘટવાના. હૃદય-પલટાના પ્રસંગો ભલે ઓછા જોવા મળે; પણ સામાજિક અનિષ્ટો આગળ વધતાં અટકે છે. શુદ્ધિગ જે પાત્ર કે જૂથ સામે થયે હેય તે કદાચ તરત ન કબુલે તો છે તેનું હૈયું ડંખે છે એટલે તેની પ્રતિષ્ઠા પણ તૂટે છે; અને તે સુધરે છે. આજે એક તરફ ધર્મક્રિયા કરે અને બીજી તરફ લોકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com