________________
૧૫૩
કુદરતી હશે. સાણંદના શુદ્ધિપ્રયોગમાં કેગ્રેસને સંસ્થા તરીકે તે અનુબંધ હતા જ પણ કેટલીક વ્યકિતઓની કૂટનીતિ અથવા આડકતરી દાંડાઈ–પષક નીતિને કારણે જ પરિણામ બાયદષ્ટિએ તાત્કાલિક ન દેખાયું, તે હવે દેખાય રહ્યું છે; અને વધુ દેખાશે. પ્રાયોગિક સંધની દષ્ટિએ તે તે પ્રયોગ સંપૂર્ણ સફળ થયો જ હતો; હવે સર્વાગી રીતે સફળતા દેખાશે. તાટકા તેમજ ખર-દૂષણ ન હોય તે રામની અગ્નિપરીક્ષા કોણ કરે ? જેમ પૂ. મહારાજશ્રી સંતબાલજીએ રાજકોટના વીરાવાળા પ્રસંગની વાત કરી હતી કે તે વખતે ભલે ગાંધીજીની અસર સ્પષ્ટ ન દેખાણી, પણ હિંદ સ્વતંત્ર થતાં ભાવનગરના રાજાએ બાપુને ચરણે રાજ્ય સોંપી દીધું. એ શું સૂચવે છે? સરદારની સફળતામાં, બાપુના રાજકેટ પ્રકરણના અનશનને ફાળે છે જ.”
શ્રી. બળવંતભાઈ: કિલ્લેબંધી ચેમેરની હેઈ ગ્રામસંગઠન અને અનુબંધનું કાર્ય ભલે મુશ્કેલ હોય પણ આખરે તે સર્વાગી–સંપૂર્ણ સફળતાને પામશે, એ ચોકકસ થતું જાય છે.
(૨૦-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com