________________
[ ૧૨ ] શુદ્ધિપ્રયાગમાં અનુબંધનું સ્થાન સામુદાયિક અહિંસાના પ્રયોગના અનુસંધાનમાં શુદ્ધિપ્રયોગ અંગે વિચારણા ચાલી રહી છે. આ આખા પગની આધારશીલા અનુબંધ તત્ત્વ જ છે. યોગ્ય સ્થાને દરેક બેસે અને પછી સંકળાઈને રહે એ અનુબંધ વિચારનું મુખ્ય લક્ષ્ય છે.
શુદ્ધિપ્રયોગ અંગે વિવેચન શરૂ થયું ત્યારથી એક વાત કહેવાઈ છે કે તેમાં અનુબંધ હોવો જોઈએ! જે તે નહીં હોય તો કેટલીકવાર કચાશ જેવું લાગશે. આપણા મનમાં એમ ન થવું જોઈએ કે શુદ્ધિપ્રયોગ જોઈએ તેટલો સફળ થયો નથી. તે માટે ચારેય સંસ્થાને અનુબંધ તેની સાથે કેવી રીતે રહે તે વિચારવું જોઈએ.
શુદ્ધિયોગ બે પ્રકારના થાય છે -એક પરિણામલક્ષી, અને બીજે ઘડતર લક્ષી. ઘડતરવાળામાં પરિણામ ન આવે છતાં આપણને એમાંથી ઘણું શીખવાનું મળે છે. બન્નેમાં એવું જ વાતાવરણ તૈયાર કરવાનું હોય છે. શુદ્ધિગનું મુખ્ય તત્વ એ છે કે જે પ્રશ્ન માટે પ્રયોગ લીધે હોય તેના વિષે જનતાને એકાગ્ર કરવી અને પ્રશ્નનું બરાબર નિરીક્ષણ કરવું. કેટલાકને આ સાચું લાગે, કેટલાકને બીજુ સાચું લાગે. એટલે દહીંનું વલેણું કરીએ અને ફેફદા જુદા કરી નાખીએ, તેમ એ પ્રશ્નને સર્વ દષ્ટિએ ઝીણવટભર્યો અભ્યાસ કરવે-સાચી વાતની શોધ કરવી પછી પ્રયોગ શરૂ કરવો. પ્રારંભમાં જનતા મીંઢી થઈ હોય એમ લાગશે. આપણે શું? મરશે! કરશે તે ભગવશે! એમ નિંભર ઢોરની જેમ સમાજ બેસી રહેશે. પણ શુદ્ધિયોગની જુદી-જુદી પ્રક્રિયાઓ
જ્યારે ચાલે છે, અને ચોમેર એની હવા ફેલાય છે, ત્યારે સમાજ જાગે છે, પછી તેને સાચી વાતની શોધ કરવા પ્રેરે છે. તે વિષે અભિપ્રાય જાહેર કરાવે છે અને પ્રશ્નને નીવેડો લાવવા માટે ગુનેગાર ઉપર નૈતિકસામાજિક દબાણ લાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com