________________
૧૨૮
કરવા ગયા હતા. બન્નેને મેળ મળે તે સારૂં. અંતે પાંચ ગામ આપવા હ્યું; પણ દુર્યોધન ન માને, એટલે યુદ્ધ થયું!
ભારતમાં “પંચ કે લવાદ તરીકે અગાઉ રાજા હતા. પછી ઋષિઓ, બ્રાહ્મણે અને ન્યાયમંત્રીઓ આવ્યા. આજે આપણે ત્યાં જે ન્યાય–પ્રથા છે તે પશ્ચિમમાંથા આવેલી છે. તેના ઉપર ઈસાઈએ તેમજ મુસ્લિમ શાસકે બન્નેને પ્રભાવ છે. ન્યાયને વિકાસ:
પશ્ચિમમાં ન્યાય આપવાને વિકાસ થયો. ત્યાં રાજ્ય સિવાય બીજી કઈ સંસ્થા ન હતી. એટલે ન્યાયનું કામ રાજ્યને સોપાયું!
ઈસ્લામમાં ખલીફાના રાજ્યમાં કાજી ન્યાય કરતા, ખલીફાને દિકરો ભૂલ કરે તો તેને પણ સજા થતી એટલે કહેવાયું કે “કાજી દુબલે કર્યો?” તે કહે “સારે શહરકી ફિકર !”
ત્યારે ખ્રિસ્તી ધર્મમાં રાજ્ય સર્વોપરિ હતું એટલે તે ન્યાય આપતું પણ ધીમે-ધીમે તંત્ર બદલાયું. ન્યાયનું તંત્ર ઊભું થયું. ન્યાય કોણ કરે? તે કહે કે તટસ્થ માણસોને સોંપવો એમને ન્યાયાધીશ કહ્યા. ત્યારબાદ વધુ વિકાસ થયો. ન્યાયાલયો થયાં–ફરિયાદી અને આરોપી પક્ષની વકીલાત માટે વકીલો થયા! આ છતાં પણ ન્યાયની અંતિમ સત્તા–દયા આપવી; એ રાજ્યના હાથમાં રહી.
પણ આ બધામાં જે ડંખ જેવો જોઈએ તે જ નથી. પરિણામે ન્યાયાલયે ઘણીવાર બુદ્ધિપૂર્વક દલીલની છતનું સ્થાન બને છે અને લોકો સમજે છે કે ન્યાય અમને મળતું નથી.
ડંખ કાઢવા માટે ભારતની સંસ્કૃતિમાં ઘણું ઉજ્જવળ પ્રસંગે છે. જહાંગીરે બણના દિલમાંથી ડંખ કાઢવા તેના હાથમાં બંદૂક આપીને પિતાને મારવાનું કહ્યું. તેની ધારી અસર થઈ. અને ધોબણના દિલમાંથી ડંખ જતો રહ્યો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com