________________
૧૨૧
ચર્ચા-વિચારણું
શ્રી દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: ગ્રામેગ્રામ નૈતિક લેક સંગઠને અને શહેર શહેરમાં પણ જનસંગઠને નથી થયાં ત્યાં લગી કેગ્રેસને સક્રિય સહયોગ મેળવવામાં તેમજ કેંગ્રેસને પણ શુદ્ધ બનાવવામાં તકલીફ રહેવાની. દુર્ભાગ્યે સર્વોદયના લેકસેવકેની સંસ્થાનું વ્યવસ્થિત સંગઠન નથી તે કાર્યકરે આવા પ્રશ્નો પ્રત્યે આંખમીંચામણું કરીને ચાલે છે. થોડુંક માર્ગદર્શન જે કાંતિપ્રિય સાધુઓ આપે તે ગામડાંમાંથી હજુ લેકસેવક–સંગઠન ઊભું થઈ શકે. ચારેય સંસ્થાને અનુબંધ એ શુદ્ધિપ્રમમાં મુખ્ય હેવો જોઈએ.”
શ્રી. પૂંજાભાઈ : “શુદ્ધિપ્રયાગ આપણી પાસે સમયસર આવ્યો છે. ઘરમાં કોઈ ખાય નહીં તે કદાચ મોટા પણ ન ખાય, અથવા ગામમાં કોઈ પૈસા ન આપે તો વાણિયો દાંતણ-પાણું લઈને ઘણું ધરે. આ વાત શુદ્ધિ પ્રયોગમાં ન આવે. ત્યાં બદલે લેવાનું છે ત્યારે શુદ્ધિપ્રયોગમાં એવું નથી. શુદ્ધિપ્રયોગમાં સામી વ્યકિત કે સમાજનાં મૂલ્યો વગેરે માટે સહેવાનું તપમય આંદોલન હોય છે. ત્યાં પ્રાર્થનાઉપવાસ, શાંતિમય ચર્ચા બધું થાય પણ બદલે કે દેશની ભાવના ન હેય. આજે બદલે લેનાર કે ગુના કરવામાં રીઢા થયેલાને આ વાત ગળે ન ઊતરે પણ ગરીબને ન્યાય આપવા માટે આ અસરકારક સાધન છે. આ યુગ વ્યક્તિને નથી પણ સંસ્થાને છે. એટલે સંસ્થાગત જે શુદ્ધિપ્રયોગ કરીને સમાજની શુદ્ધિ અને સફાઈ કરવામાં આવે તો તેની ધારી અસર ઉપજે તેમ છે.”
શ્રી. બળવંતભાઈઃ “ઘણને એમ થતું હશે કે સાણંદમાં જે વ્યકિતઓએ છડેચક અનર્થ કર્યો હતે તેમનું હૃદય પરિવર્તન શુદ્ધિ પ્રયાગથી ન થયું; પણ લેક જાગૃતિ તે આવી છે. સમય પસાર થાય છે તેમ અગાઉ ટેકો આપતા તેવા કોંગ્રેસીજનો પણ તેમનાથી દૂર થતા જઈ રહ્યા છે, તેમજ દબાણ આવતાં નરમાશ વધતી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com