SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ આમ જોઈએ તે વ્યક્તિ એક હતી પણ બીજી રીતે જોઈએ તે સમાજને બહેળો ભાગ તેની સાથે હતા. કેટલાંક છાપાઓ પણ તેમની પડખે હતાં. કેટલીક પત્રિકાઓ પણ બહાર નીકળતી. આ બાજુએ જે કાંઈ ક્રિયા થાય તેને સામી બાજુએ વિરોધ થત! જે થવું જોઈએ તે હદ બહાર થયું! પણ, ડોકટર પાસે નૈતિક આધાર ન હતો એટલે અંતે તેને નમવું પડયું! તેણે સ્વેચ્છાએ બે માસ નગર-નિકાલ સ્વીકાર્યો, તે એનાજ હિતમાં સારું થયું, નહીંતર કન્યાને મામે તેને મારી નાખત! - આ પ્રયોગમાં મારી સાથે ત્યાંના સમાજનું બળ હતું અને બનાસકાંઠા ખેડૂત મંડળનું પણ પીઠબળ હતું. ભાલ નળકાંઠા પ્રયોગને સહયોગ તે હતો જ એટલે તેની ધારી અસર થઈ. આવા પ્રસંગોમાં શુદ્ધિગ જ અનિવાર્ય બને છે. શુદ્ધિપ્રયોગ માટે સંસ્થાને સંદર્ભ: માણસ ન્યાય માટે અમૂક હદે જાય છે. પછી તેને ટેકે મળતા નથી; એટલે અટકી જાય છે. સરકારની મર્યાદા છે, કેટેની મર્યાદા છે; મહાજનો કે ડાહ્યા માણસે પણ ટકે આપતા નથી; એટલે માણસ થાકી જાય છે; પછી તે ઝનૂની બની કાયદે હાથમાં લે છે. તેનું ધાર્યું પરિણામ આવતું નથી. શુદ્ધિગકાર માટે આ તાવ જાણવું ઘણું જરૂરી છે. આવા પ્રશ્નોમાં વ્યક્તિ મદદ કરે તેના કરતાં સંસ્થા મદદ કરે તે તેની સમાજવ્યાપી અસર પડે છે. શુદ્ધિપ્રયોગ વડે જનજાગૃતિ અને ગતિશીલતા બને આવવાં જોઈએ. વ્યક્તિદ્વારા શુદ્ધિપ્રયોગ થતાં અંગત રાગદ્વેષ કે સઘળતા મળતાં અહંકાર થવાની શક્યતા છે. જ્યારે સંસ્થાના સંદર્ભમાં કરવાથી એને યશ સંસ્થાને મળે અને રાગદ્વેષ ન રહે! ભાવનગરમાં આત્મારામ ભટ્ટ શબ્દરચના હરિફાઈ સામે શુદ્ધિપ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy