________________
૧૦૭
એટલે બીજી વાત રૂપે નવી સંસ્થાઓની જરૂર પડે ત્યાં ઊભી કરવી તે શુદ્ધિ પ્રયોગમાં છે પણ તે સત્યાગ્રહમાં ન હતી. એ રીતે ગ્રામ સંગઠને, પ્રાયગિક સ અને ક્રાંતિપ્રિય સાધુસંસ્થાને તેયાર કરવી પડશે. જેમની ભાવના સૂતેલી છે તેમને તક આપવી જોઈએ. સારી સંસ્થાઓ સાથે અનુબંધ બાંધવો જોઈશ; તેમ જ અનુબંધ વિચારધારા પ્રમાણે બધી સંસ્થાનો વિચાર કરે પડશે. નિશાન બરાબર તાર્યું હશે તે તેયારી પણ જોઇશે. તેમ આંતરિક સફળતા માટે તૈયારી કરવી પડશે. તેમ બહારની રીતે પણ સફળતા માટે તૈયારી કરવી પડશે. જેથી શુદ્ધિપ્રયાગની ધારી સંપૂર્ણ અસર થાય.
સાણંદના શુદ્ધિપ્રયોગ વખતે જે ભાઈને કામ કર્યું તેને પશ્ચાતાપ થયો કે નાણાં પાછાં મળ્યાં જેવું તે ન થયું પણ એવું કામ કરનાર કે એની પડખે ઊભા રહેનારની પ્રતિષ્ઠા ઘટી, તેમજ સમાજ જાગૃત થયો અને ફરીવાર કોઈ એવું કામ ન કરે તેવી ભૂમિકા ઊભી થઈ. એટલે તેને એ રીતે સફળ ગણી શકાય. ઘણીવાર સફળતા બહારથી નથી દેખાતી પણ એની અસર એ વ્યક્તિઓ અને સમાજ ઉપર અવ્યક્ત રીતે જરૂર માય છે. તે કાયમી બનાવવા માટે વ્યાપક આંદોલન કરવું જોઈએ. વિરેાધી લેકે આપણું પક્ષના કહેવડાવવા માટે આગળ આવે એમાં પણ અવ્યકત બળની અસરજ સ્પષ્ટ છે ને?
એવું નથી કે શુદ્ધિપ્રયોગ કર્યો અને તરત સફળતા મળશે. સાધુસંત આડકતરો ટેકો આપે પણ સમજ સામે આપતા ડરે; કોંગ્રેસ, ગ્રામસંગઠનને ટેકો આપતા ડરે. તેમજ વ્યક્તિગત અને સામુદાયિક શુદ્ધિપ્રયાગમાં ફરક; વગેરે મુશ્કેલીઓને વિચાર કરવાનું રહેશે. યુને અને ગ્રેસનું જોડાણ કેમ રહે! સાથે સંગઠનેનું જોડાણ કેમ રહે તે જોવાનું છે. સારું કામ છે એમ ગણીને તે પ્રારંભ કરવાનું છે. કેગ્રેિસને જણાવતા રહેવાનું છે. તેના મત ઉપર રહીને જ કાર્ય કરવાનું નથી. સારું કાર્ય છે તે શરૂ કરવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com