________________
શેઠ વિચાર કરે છે કે “ખાટકી ખાના તે ચાલશે જ મારા એકલાથી બંધ થવાના નથી. કરશે તે ભરશે! એટલે કહે છે કે ” લઇ જાપણ રોજનો એક રૂપિયો નવાં વ્યાજ તરીકે અને જુનું વ્યાજ તે ચાલુ જ !
તેમની પત્નીએ આ વાત સાંભળીને કહ્યું: “આજે પર્યુષણના દિવસે છે. હું રોજ ધર્મકરણ કરૂં છું. જીવ માત્રની માફી માગું છું અને તમે તે હિંસાને સીધે ટકે આપી રહ્યા છે !
શેઠે કહ્યું; “એ તે ધંધાની વાત છે.”
“પણ, તમારે ઊંડે વિચાર તે કરવો જોઈએ ને?” શેઠાણીએ કહ્યું કે પેલા રૂપિયા ન આપવા જોઈએ પણ શેઠ માન્યા નહીં એટલે શેઠાણીએ કહ્યું “તમે નહીં માને તે હું મારા ઉપવાસ ચાલુ રાખીશ.
શેઠમાં જૈન સંસ્કાર તે હતા જ તેણે કહ્યું : “તે શું કરું”
શેઠાણું કહેઃ “જૂનું વ્યાજ માફ કરે, નવા સે રૂપિયા આપે અને વ્યાજ ઓછું કરો સાથે કહો કે પેલે ખાટકીને બંધ ન કરે!”
પેલે ખુશ થઈ ગયો. તેણે કહ્યું: “મારે શા માટે હવે ખાટકીને ધંધે કરે પડે?” તે સારા કામે લાગી ગયે.
આમ જગતમાં અમૂકે ઝીણવટથી વિચારવું પડશે. જગતમાં ભલે હિંસા ચાલતી રહે આપણે વળી કયાં ડૂચા દેવા જશું–આપણે તે આપણું સંભાળવું. આ દષ્ટિ ખોટી છે. સ્વાર્થ દષ્ટિ છે. જૈન શ્રાવક માટે પંદર કર્માદાન કહીને તેવા ધંધા ન કરવાનું સૂચવ્યું છે. જે શેઠે તે વખતે કદાચ બસનું દાન પુણ્ય કર્યું હેત તે સામુદાયિક અહિંસાને આચાર ન ફેલાત. બાઈના સંસ્કારે શેઠને થયું કે વધારે વ્યાજ લેવું; તેથી ટાંગાવાળાને થયું કે આવો હિંસક ઘધે મારે ન કરવો. જે આ ખ્યાલ આવી જાય તે સામુદાયિક અહિંસા ગતિમાન થઈ જાય.
પર્યુષણના દિવસે માં જેમ સાઈખાનાં બંધ કરાવાયાં છે; તેમ જેનેએ પોતે મીલે–ચાકી–મોટર વગેરે બંધ રાખવાં જોઈએ; કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com