________________
[૭] વ્યક્તિગત અહિંસા અને સામુદાયિક અહિંસા
સામુદાયિક અહિંસાના પ્રયોગ અંગે લેકમાં જોઈએ તેવો ઉત્સાહ ઘણીવાર દેખાતો નથી. અહિંસામાં સૌ માને છે. શાંતિની પણ વાત કરે છે પણ તે બધું વ્યક્તિગત થઈ શકે, એવું બધા માને છે અને સામુદાયિક અહિંસા પાળી શકાતી નથી એમ કહીને એ પ્રશ્ન ઉપર મંદતા નાખવામાં આવે છે.
જે અહિંસા વ્યક્તિગત પાળવાની હેત તે સાધુસંસ્થાની જરૂર ન હતી. પણ વ્યક્તિગત અહિંસાનું આચરણ જે વ્યક્તિના જીવનને ઉન્નત કરી શકે તે સમૂહગત અહિંસા સમૂહને ઉન્નત કરી શકે! એ રીતે વ્યક્તિગત અહિંસાનો વિચાર સમૂહગત થયો અને વ્યક્તિગત અહિંસાને સામુદાયિક રૂ૫ શી રીતે આપવું? વ્યક્તિગત અને સામુદાયિક અહિંસાને તાળો મેળવવો શી રીતે! એમાંથી સાધુસંસ્થાની ઉપયોગિતા આવી ને ઊભી રહે છે.
આ સંસાર કદિ સુધરવાને નથી. સંસાર અનાદિ-અનંત છે. પણ એક વાત યાદ રાખવાની છે કે આ સંસાર ભલે શુદ્ધ ન થાય પણ તેમાં પ્રતિષ્ઠા તે સદગુણોની જ હોવી જોઈએ. નહીંતર વ્યક્તિગત અહિસા પણ, સામુદાયિક અહિંસા ઉપર આખર્મીચામણા કરવાથી ઢીલી પડી જાય છે.
જેને અહિંસામાં આગળ હેવાના કારણે તેમના ધાર્મિક પર્વ પર્યુષણનું ઘણું મહત્ત્વ છે. આજે જેવા જશું તે ગામડાંથી લઈને શહેરમાં, આ દિવસમાં ફંડફાળા થશે. તે વખતે વિચારાશે કે સામુદાયિક અહિંસાનું પહેલું પગલું છે? તે કસાઈખાનાં–ખાટકીવાડા કેમ બંધ થાય તે માટે ગતિ વિધિ થશે. બીજી વાત રૂપે આ શરીરને ઓછામાં એવું નાનું ગૌણ કેમ કરવું તેવી તાલીમ લેવી કે ઓછામાં ઓછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com