________________
આ બીજી માતા છે. તેણે કહ્યું : “રાજાની સ્ત્રી માતા ગણાય છે ! રાજમાતા પિતાના પુત્ર પાસે આવી માગણી કરે તે શોભે નહીં !”
ગુલેનારનું અભિમાન ઓગળી ગયું. દુર્ગાદાસમાં ભારતીય સંસ્કૃતિને રંગ હતો એટલે જ તે આમ કહી શકો ! પુરુષને સન્માર્ગે વાળતી સી:
ભારતીય સંસ્કૃતિમાં ભાવપૂજા વણાયેલી છે, એટલે જ તેને જે પ્રતિષ્ઠા મળી છે તે અદ્દભુત છે. માતાઓમાં કેવળ સામાન્ય શકિત હોતી નથી. પણ તેમણે મોટા મોટા વિકારવશ થયેલા માધાંતાઓ અને સાધકો સુસ્થિર કર્યા છે–પ્રેરણું આપી છે. સીતા અને રાવણ:
એવા પ્રસંગે આપણે વિચારશું. સર્વ પ્રથમ રામયુગમાં જોઈએ. સીતાજીનો એક પ્રસંગ છે. સીતાજી અશોક વાટિકામાં એકલા અટુલા હતા. ચારે બાજુ રાક્ષસી સ્ત્રીઓ હતી, ચારે બાજુ વિલાસની સામગ્રી હતી. રાવણ વારંવાર આવતા અને કહેતો : “ જાનકી! એક વાર તે મારી સામે નજર તો માંડ! એક વાર નજર માંડીશ તે તારું સ્થાન મદેદરી કરતાં ઊંચું બનાવી દઈશ.”
ત્યારે સીતા કહે છે : “પતંગિયાના પ્રકાશથી કમલિની નહીં વિકસે, એ તે સૂર્યના પ્રકાશથી જ વિકસે છે. તું એ જ પ્રકાશને અંશ છે. કારણ કે તું શંકર ભગવાનને ભક્ત છે અને શંકર રામના ભક્ત છે. પણ તે એ પ્રકાશને બનાવટી બનાવી દીધો છે. સેનાના ચળકાટથી સત્ય કદિ ઢંકાય છે ?”
हिरण्य मयेन पात्रेण, सत्यस्यापिहितं मुखम् । રાવણ વિફરે છે અને તલવાર લઈને આવે છે. પણ જેવી સીતા આંખ ફેરવે છે તે આડું જોઈ જાય છે. સીતાનું તેજ તે સહી શક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com