________________
ગાંડાધેલા બની ગયા. ગોપીઓમાં જે સાતત્વ હતું તે જાણતમાં પ્રાપ્ત કરાવ્યું. આવું માતૃત્વ જ્યારે ઘરમાં સીમિત બને છે ત્યારે આવા યુગપુરૂષ તેને જગાડે છે. ભગવાન મહાવીર અને માવજાતિને ઉદ્ધાર
પણ આવી નારી જાતિ માટે જ્ઞાન અને મુકિતના દ્વારા લોકોએ બંધ કરી નાખ્યા. મનુને ભગવાન માનનારા જ કહેવા લાગ્યા કે સ્ત્રીઓને જ્ઞાન અને મુકિતને અધિકાર નથી. એટલે ભગવાન મહાવીરે મહાન અભિગ્રહ ધારણ કર્યો; તે પણ એક નારીને !
કોઇને એવો વિચાર નથી આવતો કે મહાવીરને બ્રહ્મચર્યવ્રતધારી, સ્ત્રીને વિચાર તેઓ કેમ કરી શકે? સ્ત્રીનું વહેવારિક રૂપ તે ભેજનમાં માતા છે. પણ આમ તે માતા જ છે ! તે વખતે એ જ જાતિની જે વિડંબના હતી તે એમનાથી ન જોવાઈ. ગમે તેવી કન્યાને પત્નીનેપુત્રીને વહુને બજારમાં વેચી શકાય ! અને તે પણ કહેવાતા સુસંસ્કૃત સભ્ય સમાજની વચ્ચે! એ પ્રભુએ જોયું અને તેમણે અભિગ્રહ કર્યો કે રાજકુમારી હોય અને વળી દાસી હેય; માથે મૂડેલી હોય અને વળી ત્રણ દિવસની ભૂખી હોય! અડદના બાકળા ફકતી હોય! આંખમાં આંસૂ હોય! આ અભિગ્રહની એક એક શરત ઉપર વિચાર કરતા જશું તો ખ્યાલ આવશે કે તે વખતે માતજાતિનું કેટલું બધું અપમાન માતદેવભવ” કહેનારા કરી શકતા હતા ?
ભગવાન મહાવીરે એટલે ચંદનબાળાના માધ્યમ વડે તે વખતથી નારી જાતિની દુર્દશાની કલ્પનાને ખ્યાલ આપો એટલું જ નહીં, તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમ આવે તે પહેલાં માતાને સ્થાન આપી દીધું. તેમણે કહ્યું કે મારું માધ્યમ સ્ત્રી છે. ચતુર્વિધ સંઘની રચનામાં સ્ત્રીને પણ સમાન દરજજો રહેશે અને તે પવિત્ર સંધ બનશે. એમાં મુખ્ય કોણ.? તે કહ્યું કે આ ચંદનબાળા! સાધ્વી સંધની ચંદનબાળા આગેવાન બની. સાધુઓ માટે ૧૪ શિષ્ય મસંદ કર્યો. પણ ટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com