________________
જન્મ આપનાર હોય તે તે આ માતજાતિ છે. જે પોતાની જાતને કચ્છમાં નાખીને પોતાનાં સંતાનોને ઉછેર કરે છે. મરૂદેવી આ યુગના પહેલાં કેવળી
યોગાનુયોગે એવી જ એક માતાને જૈનધમે પ્રથમ કેવળી તરીકે ગણાવીને મુકિતનાં દ્વાર ખોલનારી પ્રથમ વ્યકિત જાહેર કરી છે.
ભગવાન ઋષભદેવ દીક્ષા લઈને ગયા. માતા મરૂદેવીને થતું હતું કે મારે કષભ કે હશે? તે ઘેર ઘેર ભિક્ષા માગે છે તે તેની શું સ્થિતિ હશે ! માને મન તે ઋષભ હજૂ નાનો બાળક જ! તે એના હાલ જોવા આવે છે. ત્યાં ભગવાનનું સમવસરણ જુએ છે તેને અતિશય અને પ્રભાવ જોઈને માતા મરૂદેવીને ટુંકે વાત્સલ્ય-ભાવ વિશ્વ વિશાળ થાય છે. આનંદમાં ને આનંદમાં વિવેક જાગતાં સાચું જ્ઞાન થાય છે અને તે મોક્ષે સિધાવે છે.
સમ પાર્વતીને નમન કરે છે
હવે શંકર પાર્વતીના જીવન વિષે જોઈએ. શંકર રામને નમે છે એટલે સતી (પાર્વતી)ને થાય છે કે એ રામ વળી કેવા હશે ? એટલે તેને જોવા માટે તે સીતાને વેશ કરીને રામ પાસે આવે છે ! રામ આ વાત કળી જાય છે એટલે સતીને બે હાથે નમે છે. તેથી આશ્ચર્ય પામી સતી સંકર પાસે આવે છે. શંકર પૂછે છે: “રામે શું કર્યું ?”
પાર્વતી કહે: “તેમણે મને વંદન કર્યા!”
તે શંકર કહે: “તમે મારા ગુરૂના પણ ગુરુ થયા એટલે તમે મારા પણ પૂજનીય છે ! “ કે અદ્ભૂત ભાવ છે? માતૃત્વ કેળવવું અને વિશ્વમાં વહેડાવવું એજ સંસ્કૃતિનું મહત્વનું અંગ છે. પાર્વતીનું સતીનું માતૃત્વ વિશ્વવ્યાપી બન્યું અને શંકરના માથામાંથી નીકળેલ્લે ગંગા આખા વિશ્વમાં પિતાનું મહત્વ ફેલાવનારી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com