________________
૪૯
ગાંધીજીના પ્રસંગે :
ગાંધીજીના જીવનમાં આવા અનાયાસ-આયાસના પ્રસંગે તેમ જ ડગલે ને પગલે સંસ્કૃતિ રક્ષાની કાળજી જોવામાં આવે છે. સ્વરાજયની લડતમાં તેમણે એક બાજુથી લોકોની ઉષ્મા એટલે કે જુસ્સાને નરમ પડવા ન દીધે, બીજી તરફ કોઈ પણ સાંસ્કૃતિક તત્તવને આંચ ન આવે એની કાળજી રાખતા હતા. પુરુષાર્થ કરવા છતાં કેટલે હદ સુધી જવું એની મર્યાદા જે જાણે છે તેને સંસ્કૃતિની દષ્ટિએ ખીલેલો માણસ કહી શકાય.
તેને પિતાનામાં તેમજ જગતના આંતરિક અવ્યક્ત બળામાં સંપૂર્ણ વિશ્વાસ હોય છે. એને અનાયાસ–આયાસને પાયે પણ ગણાવી શકાય! ગાંધીજીમાં આવા દઢ વિશ્વાસ અજબ રીતે જોવા મળે છે.
૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ જ્યારે ગાંધીજીએ ભારત છોડે (Quit India)ને ઠરાવ ચેરે ધાડે મૂક્યો ત્યારે બીજી બાજુ લોકો અનેક શંકાઓ પ્રગટ કરતા હતા; પણ ગાંધીજી અકળાતા ન હતા. તેઓ ઘણું જ ઠાવકા દિલથી બધાનું સમાધાન કરતા હતા. એક બાજુ અહિંસક યુદ્ધ આપવાનું હતું; બીજી તરફ જેની સામે યુદ્ધ ચાલે છે તેની ઝીણામાં ઝીણું કાળજી રાખવી. આ ગુણ અનાયાસ- આયાસના કારણે જ આવી શકે. ગાંધીજીના જીવનમાં તાદામ – તટસ્થતા, તેમજ અનાયાસ – આયાસ એ બન્ને ગુણે ઠેર ઠેર દેખાઈ આવે છે. આ બને ગુણો જીવનમાં હોય તે સાધક – સિદ્ધાંત સાથે તાળો મેળવી શકે છે.
ગાંધીજીએ કસ્તુરબાની છેલ્લી ઘડીઓ વખતે પુરૂષાર્થ કરવામાં કશી કચાશ રાખી ન હતી. એક જ વસ્તુ બાકી હતી-ઈજેકશન. તે તેમના સિદ્ધાંત વિરૂદ્ધ હતી. એટલે અજ્ઞાત રણુએ તેમણે કહ્યું : “હવે ચહેરે જોતાં, બાની કેટલી ઘડી આવી લાગી છે. હવે તે ભગવાનનું સ્મરણ કરવાનો સમય પાકી ગયો છે. બનતે પુરૂષાર્થ કર્યો; છેલ્લે તો રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com