________________
વેપાર ખેડતા હતા. પણ સાથે સાથે ભારતના ધર્મ અને સંસ્કૃતિને અચૂક પ્રચાર પણ પિતાના આચરણ દ્વારા વિદેશના લોકોમાં કરતા હતા. પૂર્વના દીપે જાવા (યવદીપ) સુમાત્રા, લંકા, બાલિ. હિંદી ચીન, સિયામ વ. ઉપર આજે પણ સ્પષ્ટપણે ભારતીય સંસ્કૃતિની છાપ છે; એટલું જ નહીં તેમના ધર્મસંસ્કારે ઉપર પણ હિંદને સ્પષ્ટ પ્રભાવ છે.
હિમાલયમાં પણ ઉત્તર પશ્ચિમ દિશાથી પમબર અને બેલન ઘાટી પસાર કરીને વણઝારાની ટોળીઓ આવતી. ફકત ફારસ નહીં, ગ્રીક, રેમ અને મિસરના દેશોને પણ સાંસ્કૃતિક સંબંધ અહીં સુધી હતો. દરિયાવાટે ફારસ અને અરબના સાગર પાર કરી હિંદી વહાણે જતા. અશોકના સમયમાં તે જે ધાર્મિક-પ્રચારસૉ ગયા તેણે ઉત્તર ભારતમાંથી કાશ્મીર, અફઘાનિસ્તાન, મગલિયા અને ચીનમાં જઈને તેને પ્રચાર કર્યો.
જૈન શાસ્ત્રોમાં હિંદની દક્ષિણ-પશ્ચિમ આવેલા ટાપુઓના રાજકુમાર આદ્રકુમારના હિંદ આવાગમનની વાત આવે છે. આ બધે પ્રદેશ માડાગાસ્કર કે ત્યાંની આસપાસને છે. આ બધા કારણસર ભારતીય સંસ્કૃતિના પ્રવાહે જગત ઉપર એક યા બીજી રીતે ફરી વળેલા. ભારતીય સંસ્કૃતિનો પ્રારંભ
ભારતીય સંસ્કૃતિનો પ્રારંભ આપણે ભ. ઋષભદેવથી કરી શકીએ છીએ. ઋષભદેવને ભારતના બધા ધર્મો માન્યતા આપે છે. તેમણે સર્વપ્રથમ સંસ્કૃતિનું શ્રી ગણેશ કર્યું હતું. પણ આજે જે વિકસિત સંસ્કૃતિને આપણને પરિચય મળે છે તેને કાળ શ્રી રામચંદ્રજીથી ગણી શકાય. આ કાળ સાથે ઈતિહાસની કડીઓ પણ મળે છે. એટલે ભારતીય સંસ્કૃતિના બે વિભાગ પ્રાગ–એતિહાસિક અને ઐતિહાસિક કરી શકાય છે. ખાસ તે સમન્વયની દષ્ટિએ જોવા જઈએ તે ભગવાન રામચંદ્રજીએ આર્ય-અનાર્યને સમન્વય કર્યો હતો અને ભારતની જે આગવી સંસ્કૃતિ છે તેના તેઓ ઘડવૈયા હતા, એમ માની શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com