________________
૨૨૧
તેથી જ ગાંધીજીએ ગામાને કેન્દ્રમાં રાખી આશ્રમ સ્થાપ્યા; અને ત્યાં જ રહ્યા. અલબત્ત તેમણે મોટું કાર્ય ઉપાડયું હોઈ તેઓ ગામડામાં ઓતપ્રોત જાતે ન થઈ શક્યા; તે છતાં રેંટિયાને નિરંતર પિતાની સામે અને પાસે રાખે. સેવકોને આદિવાસીઓમાં અને ગામડાંમાં જવાની અને રહેવાની દૃષ્ટિ આપી. પણ, સ્વરાજ્ય બાદ આ પાયાની વાત જ જાણે ભૂલાઈ ગઈ. દેશના સંજોગો પણ એવાં આવી ગયા કે હવે ગામડાં ભૂલાયાં છે. ત્યારે નૈતિક ગ્રામ સંગઠન દ્વારા ભાલ નળકાંઠામાં પ્રયોગરૂપે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનું યજ્ઞ-કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તેમાં આહુતિ આપવા આપણે પણ કટિબદ્ધ થઈએ. શ્રીલરક્ષા માતાઓમાં સહજ
શ્રી. દેવજીભાઈ: “શીલરક્ષાને ગુણ માતાઓમાં સહજ છે. મારા દાદાનાં બહેનનું નામ ગંગામા હતું. નાનપણમાં વિધિવા થયેલ. એમણે પિતરાહે આવી આખેય ભાર ઉપાડી લીધા હતા. અને આનંદમય વાતાવરણ બનાવી દીધું હતું. એવા અનેક દાખલાઓ છે, જેમાં ગામડાંઓની અંદર નીતિ, પ્રમાણિકતા અને સત્યનું તત્વ સારી પેઠે રહેલું છે. બાપ-દાદાનાં જૂનાં દેવાઓ પણ ગામડાંમાં ચૂકવાય છે. હવે એવાં બળાને સાંકળીને જગતમાં પહોંચાડવા જોઇએ. ગ્રામ સંગઠને વડે સંસ્કૃતિસભર કરીએ:
શ્રી. માટલિયા : “કાર્યકરે દ્વારા ગામડાંમાં સંસ્થાઓનું નિર્માણ કરવાથી ગામડાં સંસ્કૃતિ સભર દેખાશે. ત્યાં સંયમનું લક્ષ રાખી નારી જાતિનું સન્માન કરવું રહેશે. ગામડામાં ગયેલા કાર્યકરોને સીધેસીધા ત્રણ પ્રશ્નો મુંઝવે છે –(૧) લાજ છોડવાનું કાર્યકર કહે; પણ કાર્યકરનાં પત્ની કુબી તેમજ આજુબાજુના લેકે તથા એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com