________________
૨૧૫
હિંદી યુવકો પરદેશી કન્યાને પરણે છે, કેટલાક વિદેશી યુવકો અહીંની કન્યાને પરણે છે. આ ઉદારતા અને જાતિ પાંતિના ભેદ ભૂલવાની પાછળ સંયમનું ધ્યેય કેળવે એ મુખ્ય હોવું જોઈએ. તેથી માતપૂજા કંઈક સ્વરૂપ પકડશે.
માતપૂજાને બીજો ઉપાય છે આખા વિશ્વની માતાઓ-સ્ત્રીઓ સંગઠિત થાય. તે માટે માતસમાજોના સંગઠનની યોજના વ્યાપક કરવી જોઈશે.
આજે વિશ્વમાં સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે. તેમનું ચયન રાજ્ય કરે છે, પણ તેમના કાર્યક્રમ જોતાં એવું લાગે છે કે, ગીત, નૃત્ય, સંગીત, ખેલ વિ. માં જ તેઓ સંસ્કૃતિની ઇતિશ્રી માનતા હોય છે. તેથી સાચી સંસ્કૃતિને પ્રચાર થતો નથી. એ માટે ભારતીય પ્રજામાંથી ઠેઠ ગામડાંમાંથી સુસંસ્કારી સદગૃહસ્થ અને સન્નારીઓને મેક્લવામાં આવે તે તેમને ઉદ્દેશ પાર પડે તેમ છે.
ઘણું એમ કહેશે કે અલગ-અલગ પ્રાંતના કે દેશના લોકો ભેગા મળે તો અથડાશે; પણ છૂટા રહેશે તે અલગ જ રહેશે અને ભેગા થશે, તે ૧૧૧૧૧ થઈ જશે. ગુણદોષ અથડાય તેથી કંટાળવું નહીં પણ સારાં બળોને તારવીને આગળ વધતાં રહેવું તે માટે માસમાને સંગઠિત કરવાનાં છે. એમાંથી ઘડતર પામેલી બહેને દેશ અને દુનિયામાંથી માતર તારવી શકશે. એ માટે કેવળ બહેનોને ભેગાં જ નથી કરવામાં પણ તેમનું ઘડતર કરી, એ સંકલનને ચિરસ્થાયી કરવાનું છે. માતૃપૂજા અને શીલ-નિષ્ઠા માટે આવરણે
આજે આપણા દેશમાં પણ માતૃપૂજા અને શીલનિષ્ઠા માટે મોટાં આવરણે ઊભાં છે. પહેલું આવરણ રાજ્ય છે અને બીજું આવરણ છે કહેવાતે પાશ્ચાત્ય અસરવાળે સાંસ્કૃતિક પ્રચાર ! આ આવરણને દૂર કરવાનું કામ નાનુંસનું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com