________________
ર૧૩
ચિત્રો સિનેમા તથા પોસ્ટરમાં ચિત્રિત કરવામાં આવે છે. વાંચન શ્રવણ પણ વિકાર વર્ધક હોય છે. આ માતપૂજાથી વિરોધી વલણ પ્રાથાત્ય દેશની સૌદર્યપૂજાને આભારી છે.
આવાં વાતાવરણમાં જે વિધવાને કહેવામાં આવે કે તેણે સંયમમૂર્તિ રહેવું જોઈએ તે તેને મેળ ક્યાંથી બેસે ? ગાંધીજી તે તેમને સંયમમૂર્તિ જ કહેતા. દયાનંદ સરસ્વતીએ તો આવી બહેને માટે અલગ ગુરુકુળની યોજના બનાવી વહેવારૂ ઉકેલ બતાવ્યું. ત્યાંથી નીકળ્યા બાદ વિધવા બહેને સેવાનું વ્રત લેવા ઈચ્છે તે આજીવન બ્રહ્મચારિણી રહીને સેવા કરે. જે પુનર્વિવાહ કરવો હોય તે યોગ્ય પતિ સાથે વિવાહ કરી એક પતિવ્રતનું સંયમી જીવન જીવે.
સ્વામી દયાનંદ સરસ્વતી પોતે નિષ્ઠિક બ્રહ્મચારી હોવા છતાં તેમણે વિધવા-વિવાહનું સમર્થન એટલા માટે ક્યું કે એવી વિધવા બહેને પતનના રસ્તે જતી અટકે. વિધવા બહેને ભણેલી ગણેલી ન હોવાથી તેમજ કેટલીક વખતે કુટુંબીઓની બેપરવાહીના કારણે આર્થિક પરતંત્રતામાં પડી જાય છે. ત્યાંથી તે દુરિના. પંજામાં પડીને વેશ્યા વાડે પણ જાય છે. વિધવા થાય એટલે તેને કુટુંબીઓની વિશેષ પ્રકારની હુંફ જોઈએ. તેના બદલે તેને તરછોડવી, હેરાન કરવી, અપમાનિત કરવી અને ઘણું પ્રસંગોમાં તે તેને ગુપ્ત વ્યભિચાર તરફ ધકેલવી. આ બધાં પ્રણિત કાર્યો કરતાં તે વિધવા-વિવાહ સારા એમ તેમને લાગ્યું હેવું જોઈએ.
એટલે આવી બહેનેના પ્રશ્ન જ્યાં સુધી સંયમી પુરૂ ને લે ત્યાં સુધી કોઈ ઉકેલ ન આવે! સ્વામી દયાનંદજીએ એક ભૂમિકા આપી; ત્યારે મહાત્મા ગાંધીએ બીજી ભૂમિકા આપી. એમણે આશ્રમમાં અનેક બહેનેને રાખીને ઘડતર કર્યું; આક્ષેપ સહ્યા. આશ્રમમાં જ્યારે બાપુ પાસે લગ્ન કરનારા કન્યા અને વર આવતા, ત્યારે આશીર્વાદ આપતી વખતે બાપુ તેમને ખાદીનું વ્રત આપતા, સંયમના નિયમે આપતા, અને સારી શીખામણ આપતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com