________________
૨૧૧
પાસેના કેસ બસમાં નાખતા જાય છે. એવી જ રીતે ઘણી દુકાનોમાં દુકાનદાર હતો નથી પણ ઘરાક માલના દામની સૂચી પ્રમાણે પૈસા નાખી માલ લઈને જાય છે.
આવી પ્રમાણિકતાને પ્રયોગ કદાચ ભારતમાં હાલના તબકકે સફળ નહીં થાય ! ત્યારે પ્રશ્ન એ થશે કે પ્રમાણિકતા ભારતમાં વધે છે કે જાપાન વ. દેશમાં? એને જવાબ છે કે કેટલીક વખત સંયોગવશાત્ કેટલાક દેશે પ્રમાણિકતાને જીવનમાં અપનાવે છે, પણ તે સ્થાયીરૂપે રહેતી નથી. કોઈ નવો માણસ બહારથી આવ્યો હોય તે ડાહ્યાડમરા થઈને બેસી જાય પણ પાછળથી જીવન વહેવારમાં કજિયાકંકાસ કરતા હોય છે તે સમજવું જોઈએ કે પરિસ્થિતિ વશ એવો સારો વહેવાર દેખાડે છે.
જાપાનમાં રાષ્ટ્રના માટે પ્રજા સર્વસ્વ કરવા તૈયાર થતી હોય છે. પ્રમાણિક્તા રાષ્ટ્ર માટે માને છે તેમ ત્યાંની સ્ત્રીએ શીલને ભેગા રાષ્ટ્ર માટે આપે છે. આ પરસ્પર વિસંવાદી વસ્તુઓ દેખાય છે. એનો અર્થ એ થયે કે પ્રમાણિકતા અને શીલને ત્યાગ અને રાષ્ટ્રીયતાને પોષવા માટે છે. જીવનમાં ગુણ કેળવવા માટે નથી. એક દિવસ તકલાદી બનેલ જાપાન દેશ આજે ઉન્નત થયે પણ આજે ત્યાં સ્ત્રીના ચારિત્ર્યની કશી કીંમત રહી નથી. જ્યાં નારીના ચારિત્ર્યનું મૂલ્યાંકન ન થાય, તો એ રાષ્ટ્ર કઈ રીતે સુસંસ્કૃત કહી શકાય ? ચારિત્ર્ય અને શીલનિષ્ઠા અભિન્ન અંગે
કોઈપણ દેશ કે જાતિને વિકાસ તેના નાગરિકોના ચારિત્ર્ય ઉપરથી થાય છે. ચારિત્ર્યમાં શીલ-નિષ્ઠા હોવી આવશ્યક છે. તે વગર ચારિત્ર્યનું મૂલ્યાંકન અધુરૂં થશે. જ્યાં સુધી નારી જાતિ માટે શીલ-નિષ્ઠા આવશ્યક ન ગણાય ત્યાં સુધી સંસારનું નિર્માણ કરનારી એ માત જાતિ પાસેથી ભવિષ્યના નાગરિકોમાં સંસ્કાર રેડવાની આશા રાખીએ; એ વધારે પડતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com