________________
૨૦૯
મેં વિશ્વ વાત્સલ્યમાં કેટલાં વર્ષો પહેલાં એક લેખ લખ્યો હતે. જેમાં રાષ્ટ્રીય એકતા માટે પાંચ નામે સૂચવ્યાં હતાં (૧) પંડિતજી, (૨) વિનોબાજી, (૩) ડૉ. રાધાકૃષ્ણન, (૪) રાજગોપાલાચારી અને (૫) મીરાંબહેન. ભાવ એ હતું કે આ પાંચે જણ ભેગા મળીને પહેલાં રાષ્ટ્રીય એક્ય માટે એક વિચાર ઉપર આવે અને પછી પિતતાના વિચાર સૂચિત કરે. એમાં મીરાંબહેનનું નામ એટલા માટે સૂચવ્યું હતું કે તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની પૂરી છાપ હતી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેમના વિચારોનું વજન છે. ઉપરાંત આ પાંચે જણ રાષ્ટ્રીય એકતાનું કામ કરી શકે તેવા સમર્થ છે. પણ, એવું કંઈ થયું નહીં. આજે એ શકિત વેર-વિખેર થઇને અલગ-અલગ કામ કરતી હશે. પણ, જે તેમનું સંકલન થાત તો જુદા જુદા રચનાત્મક બળ સંકલિત થઈને દેશને નવી રિવણું આપી શકત.
એક જમનાબાઈ “ઓગસ્તા ગ્લાનાર ”ને દાખલો પણ આપે યોગ્ય ગણાશે. મૂળ યુરોપના પણ ઘણું વખતથી જર્મનીમાં રહે છે. અહીંથી એક ભાઈ ગયા ત્યારે તેમની સાથે પરિચય થયો. બહેનના પતિ લડાઈમાં ગુજરી ગયા અને પોતે ફરી પણ શકે છતાં તેમણે સ્વેચ્છાએ બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કર્યું. પેલા ભાઈને કારણે તે બાઈ રવિશંકર મહારાજ, કેદારનાથજી, મને તેમજ વિનેબાજી વ.ને ઓળખતી થઈ. તેણે રવિશંકર મહારાજને ઉપાસ્ય માન્યા. તે ભાઈએ પેલી બાઈને મારો તેમજ રવિશંકર મહારાજને ફટ આપ્યો અને કહ્યું કે “તેને જાળવજો ! તમારી શહા ડગે તે તેને જળમાં પધરાવજે પણ તેનું અપમાન ન કરશો!”
એ બાઈ ઓગસ્તા ગ્યાનારે ત્યાંથી પત્રવહેવાર કર્યો કે મારે આ બધાના દર્શન કરવાં છે. તે નિમિત્તે તે ભારતમાં આવી. કેટલોક વાર્તાલાપ શ. તે ઉપરથી મને લાગ્યું કે બાઈબહુજ જિજ્ઞાસુ છે; છતાં વ્યકિતગત સાધનાના વિચારવાળા લાગ્યા. સંસ્થામાં પડવાથી દે પેસી જાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com