________________
૧૭૬
તે ખતમ તે થયે પણ ઉપરના બ્રિટિશ શાસકે આ ખબર મળતાં જ ઓર્ડર કર્યો કે “આખા જયપુરને તપથી ઉડાવી દે.”
તે વખતના જયપુરના એક દિગંબર જૈન દિવાનને થયું કે આ તો ખોટું થાય છે. એકને માટે આખા ગામને સજા ન થવી જોઈએ તેઓ મોટા અમલદાર પાસે ગયા. બધી સમજાવટ થવા છતાં, ન માનતાં, તેમણે પિતાના ઉપર ગુન્હો એઢી લીધે. કેસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા થઈ મુદ્દત્ત થતાં ફાંસીએ જવાની તૈયારી કરે છે. ત્યાં પ્રજા તેમના દર્શન માટે ભેગી થાય છે. પિતાના તારણહારને બધા રડતી આંખે નિહાળે છે. આ લોકપ્રેમ જોઈ તે દિવાનનું આનંદના આવેગમાં હૃદય બંધ થઈ જાય છે પણ જતાં જતાં તે અમર સંદેશ આપતો જાય છે કે “વેરને બદલો વેરથી ન લે ! વેરથી વેર માં નથી. તમે એકને માર્યો તે તમારે પણ એક પ્રિય જન જાય છે. આ રસ્તો ખોટો છે!”
બલિદાનની ક્રિયા આગળ વધે છે, તેમ માણસ આગળને આગળ વધતો જાય છે. બલિદાનની ક્રિયા આટલું નુકશાન થયા પછી થાય છે તો પહેલાંથી થઈ હોય તો કેટલે બધે ફાયદો થાય? ગાંધીજીએ આ વાત શીખવી છે.
ગાંધીજીને ઘણા લોકો કહેતા કે “ફલાણે માણસ દ દેશે આને તે અસર થશે જ નહીં! માટે આમ કરે, તેમ કર ”
પણ, ગાંધીજી શ્રદ્ધાળુ હતા વિશ્વાસમાં માનતા હતા. એટલે જે બ્રિટીશ સરકાર આટલી બધી તાકાતવાળી હતી તેને સ્વરાજ્ય આપવું પડ્યું. ભલે થોડું નુકશાન વેઠવું પડ્યું પણ બીજા દેશોના હિસાબે બહુજ થોડું! આને બલિદાનની પ્રક્રિયાને ચમત્કારજ કહે પડશે. તેમણે “કવીટ ઈન્ડીયા” કહ્યું અને અંગ્રેજોને ભારત છોડવું પડ્યું. એ તેમની વચનસિદ્ધિ થઈ!
બલિદાનની પ્રક્રિયા ચાલુ રહે અગાઉથી હોય તે તેના ઘણા ફાયદા થાય છે. વડોદરા જિલ્લાના ચોરદા ગામના ગાંધીને પ્રસંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com