________________
૧૭૪
ચંપાલાલજીએ કહ્યું: “મને સેપે એ કામ ! હું એમને મનાવીશ! પણ રાજ્ય મારું માનવું પડશે !”
રાણું કબુલ થયા. એટલે ચંપાલાલજીએ બનેને તાળ પાડી દીધે. હરિજનોને ન્યાય મળે.
એટલે આ પછાતવર્ગના લોકોમાં દેરવણું જોઈએ. જે દરવણ ન હોય તે વેરવિખેર પડેલા અશ વેરાઈ જાય ! કોઈ પણ સક્રિય કાર્ય ન થાય ! આમ ગામડામાં જે છૂટક છૂટક વર્ગો છે તે બધાને મેળ કેવી રીતે પાડવો તેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. માત્ર ઉપદેશથી આ કામ નહીં બને ! ઉપદેશ માનશે પણ તેની અસર લાંબા વખત સુધી નહીં ટકે એટલે સંગઠન થાય અને યોગ્ય દરવણી મળે તે બન્ને પક્ષે ન્યાય મળે અને શાંતિ થઈ જાય ! અહિંસક અનાક્રમણને બીજો પ્રસંગ
એકવાર પંજાબમાં હિંદુ-મુસલમાનનું તેફાન થયું. ત્યાં આર્યસમાજીનું જોર ! તેઓ સામને કરવામાં માને એટલે એક ગુરૂકુળના આચાર્ય બંદૂક લઈને નીકળ્યા. તેમણે કૂલિયા કુંભારને કહ્યું. “તું પણ ચાલ !”
કૃલિયો કહે: “તમે આચાર્ય ડો. ભણુ છે પછી આમ કેમ કરે છે? મારાથી નિર્દોષ માનવહત્યાનું આ કામ નહિ થઈ શકે.”
તેમણે કહ્યું: “વાત કરવાનો સમય નથી. તું ચાલ !” ફિલ કહેઃ “હું નથી આવતું ” તેમણે કહ્યું: “તું ખતમ થઈ જઈશ !”
“ભલે! તેમ કરવા જતાં હું, મારી પત્ની અને ત્રણ બાળકે, ગાય અને વાછરડું આમ સાત પ્રાણીઓ ભલે હોમાઈ જતાં !” ફૂલિયાએ કહ્યું. તેણે ઉમેર્યું: “એથી કંઈ ઝઘડે શાંત નહિ થાય !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com