________________
આ છે સંસ્કૃતિ ! સંસ્કૃતિ માટે ત્રણ વર્ગને મહત્વ આપવું જોઈએ -પછાતવર્ગો, ગામડાં અને નારી જાત ! એ વર્ગોમાં હજુ પણ સંસ્કૃતિનાં તો જોવા મળે છે. પછાતવર્ગનાં આદર્શ દષ્ટાંત:
સૈારાષ્ટ્રમાં રાનવઘણ અને જાહલને પ્રસંગ બન્યું છે. નવાણુને મારી નાખવા ઘણું પ્રયત્ન થાય છે. માતાપિતાની સામે તેમના બીજા છોકરાને વધ થાય છે. તેઓ પિતાનાં બાળકને હેમી નવઘણને બચાવે છે. એ જ નવઘણની ધર્મબહેન જાહલ ઉપર જ્યારે આફત આવે છે ત્યારે નવઘણ સિંધ જઈને બહેનને સુમરાઓના હાથમાંથી બચાવે છે. આ નવઘણને બચાવનાર કુટુંબ અહીરનું હતું.
એજ પછાતવર્ગને બીજો એક દાખલો સૌરાષ્ટ્રમાં સાંભળે. એક ખાટકી ઘેટાં-બકરાં લેવા નીકળે. બનાસકાંઠામાં પિતાના એક મિત્ર આદિવાસીને ત્યાં મહેમાન થયો. આ કોળીકુટુંબ હતું. કોળી રામપીરને ભગત હતા એટલે તે મંદિરમાં જઈને સૂતે ઘેર ખાટકી અને કોળીને દીકરે સૂતા. મહેમાન પાસે રૂપિયા હતા. તે જોઇને દીકરાની દાનત બગડી. તેણે તેને મારી નાખ્યો અને શબને જમીનમાં દાટી દીધું.
સવારે બાપ ઘેર આવ્યું. તેણે દીકરાને પૂછયું “મહેમાન ક્યાં ગયા ? નાસ્ત કરાવ્યું ?”
પણ દીકરે બરાબર જવાબ ન આપી શક્યો. બાપને વહેમ પડશે. તેને ખરી વાતની જાણ દીકરાએ કરી દઈ રૂપિયા દેખાડયા. બાપ કહે કે એ પાપનું ધન ને અડાય !
એને કેસ ચાલ્યો! બાપાએ સાચી જુબાની આપી. મેજિસ્ટ્રેટે દયા ખાઈ તેને જન્મટીપની સજા કરી. સજાનું સાંભળી ડોસો પોકે–પિક રોય ! કોઈએ ઠપકો આપ્યો કે “હાથે કરીને તમે આ કર્યું?”
ડેસે કહેઃ “મેહના કારણે દુખ થાય છે, પણ હું રામદેવપીર ભક્ત અને મારા દીકરો આવું કરે એ માટે મને રડવું આવે છે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com