________________
૧૪૮
રહેવાની નથી. પણ, જે કંઈ કરશું તે ખુલ્લું કરશું તે કોઈ વસ્તુ નહી કહેવા જેવી હશે તે પણ કહીશું. એ વાત તમને નહીં કહીએ પણ હું નહીં બોલીએ. તેમણે ૪૨ માં, વિશ્વયુદ્ધ શરૂ થયાને ચાર વર્ષ બાદ ખુલ્લમખુલ્લી રીતે “ભારત છોડો ને નાદ ગજ પણ છૂપી વાતને મહત્વ ન આપ્યું.
એ જ રીતે ભારતે આપવાના રૂપિયાને પાકિસ્તાન શું ઉપયોગ કરશે તે ગાંધીજી જાણતા હતા. છતાં જે નિર્ણય થયું હતું તે પ્રમાણે વતવાનો આગ્રહ રાખ્યો હતો.
વચનની સચ્ચાઈન પ્રસંગે જેમ ભારતના ઇતિહાસમાં મળે છે. તેમ વિશ્વાસનીય વર્તનના પણ ઘણા પ્રસંગે મળે છે. એમાં ભીમાશાહ નામના વાણિયાને પ્રસંગ આગળ આવે છે. તેમને ભીલોએ પકડી લીધા અને બાન તરીકે તેમના દીકરા ઉપર હજાર સોનામહોર આપવાની ચિઠ્ઠી તેમની પાસે લખાવે છે. છોકરે સમજે છે બાપુજી સંકટમાં છે. આ લોકો સાચું-જૂહું શું જાણે? તેમ જ ક્યાં પિલીસમાં જશે એટલે ખાટી સોનામહોર આપે છે. ભીલો તે સેનામહેરો લઈને આવે છે અને તેમને દેખાડે છે. પણ ભીમાશાહે જોયું કે દીકરાએ લોભમાં ખોટા સિક્કા એમને આપ્યા છે. એટલે તે કહે છે કે મારા દીકરાએ તમને આ ખોટા સિક્કા આપ્યા છે ! હું ફરી લખી આપું!.
ભીલોને થયું કે આ કેવો ભલો માણસ છે? આવા માણસને ન લૂંટાય ! ભીનું હૃદય પરિવર્તન થાય છે અને તેઓ ચોરી-લૂંટફાટ મૂકી દે છે. ભીમાશાહ તેમને ખેતી કરવા માટે જમીન આપે છે. અને તેમને સાત્વિક ધંધે આપી સારે માર્ગે ચઢાવે છે.
વિશ્વાસનીય વર્તાવ એ ભારતીય લોકજીવનને મહત્વપૂર્ણ ભાગ છે. અહીં એટલું બધું વિશ્વાસનીય વન હતું કે લોકો ગમે ત્યાં પૈસા મૂકતા પણ તેમને ચિંતા ન રહેતી. તેમની પ્રામાણિકતાની એટલે જ
સુંદર અસર પડે છે. ભારતમાં બધા વિચારો સાથે સલામતીને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com