________________
૧૫
સુસંસ્થાઓ તથા વિરલ વિભૂતિઓને અસરકારક સંબંધ જોડવાનું કામ ખાસ કરવું પડશે. એટલું જ નહીં કે બલકે કેટલીક પાયાની સંસ્થાઓ નવેસરથી ઊભી કરીને એમને વિશ્વવ્યાપક બનાવવાનું કાર્ય પણ સાથોસાથ કરવું પડશે. અલબત્ત આ ભગીરથ કાર્ય કઈ એકલદકલનું નથી. પણ દુનિયાનાં સદભાગ્યે ભારતમાં વિશ્વને જોડતી એક શુદ્ધ રાજકીય સંસ્થા ઊભી થઈ ગઈ છે અને તેને ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ વ્યાપક ધર્મને પુટ પણ આપ્યો છે. ઈન્દુક જેવી પાછળ રહી ગયેલા વર્ગના શ્રમજીવી જનતાની સંસ્થાએ પણ ભારતના મજૂરોનું અનેખું વ્યક્તિત્વ જગતના ચોગાન આગળ અમુક અંશે બતાવી આપ્યું છે. આવી જ રીતે ભારતનાં ગામડાંનું પ્રતિનિધિત્વ ખેડૂતો જગતમાં વ્યક્ત કરી શકે એવો પ્રયાસ જારી રહ્યો છે. જ્યારથી ભારત પર ચીનનું આક્રમણ થયું ત્યારથી ભારતના લોકસેવકોમાંથી તથા સાધુઓ કે તેમાંથી પણ અહિંસક ક્રાન્તિના પ્રયોગ તરફની રુચિ સારી પેઠે વધી છે. ત્યારે હમણું એક માસિકે લખ્યું છે, તેમ શુદ્ધિ પ્રયોગના અનુભવેલા સામુદાયિક અહિંસક પ્રયોગોમાંથી અહિંસક ક્રાન્તિનો મસાલો જગતને સારી પેઠે મળી રહેશે.” ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ પર ચઢી ગયેલી રાખ ઊડી જઈ એની ભીતરમાં રહેલી ઝગમગ તને વિશ્વના માનવ જગતમાં ફેલાવાને આજે સત્તમ મોકો છે.
દરેક પુસ્તકની જેમ આ પુસ્તકમાં સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, પ્રકાશક, સંપાદક ભાઈશ્રી ગુલાબચંદભાઈ તેમ જ પ્રિય નેમિમુનિએ જે હાર્દિક મહેનત લીધી છે, તેની વાચકો કદર ભૂલશે નહીં, એની મને ખાતરી છે. તા. ૨૩-૮-૬૩ અહિંસા મંદિર,
“સંતબાલ? દિલ્હી – ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com