SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪s તે સર્વાગી સત્યને હમેશાં આગ્રહ રાખતા. માણસે વ્રત-નિયમો લેવાં જોઈએ. પવિત્ર જીવન માટે એ જરૂરી પણ છે. સાથે જ ખરાબ આશયથી કે ક્રોધથી લીધેલી પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા રહેતી નથી પણ તે ઝેર બની જાય છે. ઉપવાસ અમૃત છે, સેવા અમૃત છે; પણ જે આશય બૂરા હેય તે નિમિત મળતાં તે ઝેર રૂપે ફેરવાઈ શકે છે. ગાંધીજીએ વીરાવાળાના પ્રસંગમાં આ મરણાંત ઉપવાસ કર્યા તેના ભેગે આવેલી સિદ્ધિ છેડી દીધી. તેઓ સાધન-શુદ્ધિ ઉપરાંત દરેક વાત ચકાસવામાં એકસાઈ રાખતા. તેમને જેના વિષે કહેવું હોય તે સ્પષ્ટ કહેતા અને બને તો રૂબરૂમાં જ કહેતા; તેમ જ જેને જેના વિષે કહેવું હોય તેને પણ રૂબરૂમાં કહેવાનું કહેતા. એકવાર એક ફરિયાદ કરનાર ભાઇને બેલાવી રૂબરૂમાં કહેવાનું કહ્યું. પેલે ધ્રુજવા લાગે. ગાંધીજીએ કહ્યું કે જે આવી જ હાલત હોય તો તમારે વાત ન કરવી જોઈએ. સાધન-શુદ્ધિને ગાંધીજીને આગ્રહ કેટલો જબર હતો તે બ્રિટીશરો લડાઈમાં હતા તે વખતના એક પ્રસંગથી મળી શકશે. દુશ્મન ઉપર આફત હેય તે વેળા તેને લાભ લેવામાં ગાંધીજી ન માનતા. ત્યારે તે વખતે સુભાષબાબુએ કહ્યું કે " સમયને લાભ લઈ બ્રિટનને અલ્ટીમેટમ આપી દે! આ તક છે અને આપે “ભારતછોડે ” તે કહી જ દીધું છે !” ગાંધીજી કહે: “હમણાં બ્રિટન સંકટમાં છે તે વખતે તેના ઉપર ઘા ન થાય !” - સુભાષબાબુ તે વખતે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસના પ્રમુખ હતા. દેશના લાડકા નેતા હતા. તેમની વાત પણ ગાંધીજીએ ન માની કે મહાસમિતિએ ન માની અને સુભાષ જેવાને પણ છોડવા પડ્યા. એ સાધન–શુદ્ધિને આગ્રહ હતો. એ જ કારણ છે કે જે બ્રિટન પાસેથી આપણે અહિંસક ઢબે લડીને રાજય લીધું તેના જ પ્રતિનિધિ લોર્ડ માઉન્ટબેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની ગાદી ઉપર ભારત બેસાડી શક્યું અને ભારત બ્રિટીશ કોમનવેદથમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy