________________
૧૭
રાજ વન સ બ ધની ચા હતા તે રાજા
પછી તે વિકાસ થતાં “અજ” એટલે ઈન્દ્રિય એવો અર્થ થયો. આમાં જ્યાં સુધી સંગતિ ન બેસાડવામાં આવે તેમજ કાળ અને વિકાસ ને યાદ ન રાખવામાં આવે અનેકાર્થી શબ્દના એક અર્થને પકડી રાખવામાં આવે તો કલેશ જાગે! બન્ને મિત્રો વચ્ચે વાંધો પડ્યો એટલે કહે કે ચાલો આપણું સહપાઠી વસુરાજા પાસે ન્યાય કરાવવા ! પર્વતની માતા જે વસુરાજાના ગુરુપની થતા હતા તે રાજા પાસે જાય છે. તે રાજાને પિતાના જુના સંબંધની યાદ અપાવે છે. પરિણામે ન્યાયને ન ચૂકનારે રાજા વચમાંને રસ્તે કાઢી ઝેક આપે છે કે “અજનો અર્થ જૂનું ધાન્ય પણ થાય અને બેકડે પણ થાય! પણ સંગતિને વિચાર કરતાં બેકડે વધારે બંધ બેસે છે !” તેના કારણે પર્વતનું અભિમાન વધી ગયું; પણ કથાકાર કહે છે કે આ એકપક્ષી અર્થ ઘટાવવા માટે વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પડીને નરકે જવું પડ્યું.
જીવનમાં આવું ઘણીવાર બને છે. કોઈ પૂછે છે: “ કેમ ફલાણા ભાઈ બરાબર ને?” તે સામે જોઈને કહીશું “હા” તે તેને દુઃખ થશે અને “ના” કહેશું તો બીજાને દુ:ખ થશે એટલે મૌન રહીએ છીએ કે કહીએ છીએ કે હું કંઈ ન જાણું. આના પરિણામે પેલાને ખોટો ટેકો મળી જાય છે. કઈ પણ વસ્તુના બે અર્થ નીકળતા હોય ત્યારે સાચે અર્થ શું નીકળે છે તે જ માન્ય કરે જોઈએ; પણ ઘણીવાર સત્યને સત્ય રૂપે ઘટાવવા જતાં જે અભિમાન, હિંસા વગેરે દોષ વધવાને સંભવ હોય તો તે સત્ય, સત્ય રૂપે રહેતું નથી. ઘણું પ્રાચીન વાદ વિવાદ-શાસ્ત્રાર્થો અંગે એવા ખુલાસા મળે છે કે હારી જાય તેનું મસ્તક કાપી લેવાતું! આ બેઠું હતું. સત્યની પ્રતીતિ હિંસામાં ન હોઈ શકે ! હિંસા હેય ત્યાં સત્ય ન હોઈ શકે. સત્ય એટલે ખાત્રી :
સત્યમાં પાકા વિશ્વાસની ખાત્રી દેવી જોઈએ. તેમાં દહીંમાં અને દૂધમાં બન્નેમાં, એમ ભેળસેળ ન હોવી જોઈએ; નહીંતર સત્ય ઉપર લોકોને વિશ્વાસ ન રહે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com