________________
પ્રસ્તાવના
જગત ભારતને ધર્મપ્રધાન દેશ કહે છે અથવા આધ્યાત્મિક ભૂમિ તરીકે વર્ણવે છે. આથી કેટલાંય આંતરરાષ્ટ્રીય સમાજ અગ્રણીઓ ઇચ્છે છે કે એકવાર ભારતમાં જન્મ મળે તે કેવું સારું! દુનિયાનાં કોઈપણું રાષ્ટ્રમાં પેદા થઈ શકે, એના કરતાં વધુમાં વધુ સંતે અને ભકતો ભારતમાં પેદા થાય છે, થયા છે અને થાય એવી પરિસ્થિતિ છે. છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ દુનિયાભરનું ભારત તરફ ધ્યાન ખેંચ્યું. ગાંધીજીએ સાફ સાફ કહેલું - હું ભારતીય પ્રવેશદ્વારા જગતની સેવા કરવા માગું છું. અને એથી જ એમણે બીજા સંદર્ભમાં આ વાકય વાપર્યું છે –“હું હિંદી છું તેના કરતાં પહેલાં હું હિંદુ છું.” હિંદુ શબ્દ કોઈ એક દેશને કે કોમનો વાચક નથી. હિંદુ શબ્દ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. મુસ્લિમ ભાઈઓએ મુસલમાન શબ્દને કોમી ઝનૂનના અર્થમાં વાપર્યો, તેની પ્રતિક્રિયારૂપે કેટલાક હિંદુઓએ આવેશમાં આવી જઈ વળતા ઝનૂનના રૂપમાં હિન્દુ શબ્દને વિકૃત બનાવી દીધું. તે વળી જુદી વાત છે. જગતના બધાય ધર્મો હિંદમાં આદરસ્થાન પામી શક્યા છે. તે ઈતિહાસ સિદ્ધ વાત છે. આનું મૂળ કારણ આ દેશમાં વિકસેલી સંસ્કૃતિ છે, અને તેનું નામ છે ભારતીય સંસ્કૃતિ.
સંસ્કૃતિ અને ધર્મ સંસ્કૃતિ અને ધર્મ અને શબ્દોને કાકા કાલેલકરે તેનું અને ઘરેણું” એ ઉપમા આપી છે. વાત સાચી છે. જે આપણે ધર્મને સોનું કહીએ, તે સંસ્કૃતિ એ ધર્મના ઘાટ ઘડાયેલું ઘરેણું છે. બીજા શબ્દોમાં કહીએ તે ધર્મને વ્યક્તિગત અને સમાજગત એવા વિશ્વવ્યાપી જીવનનિર્માણમાં જે નક્કરપુટ લાગી જાય છે, તે જ છે સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિમાં એક એવી અજબ પ્રાણશક્તિ રહેલી છે કે જે દુનિયાની ગુરુ અથવા માર્ગદર્શક બની શકે તેમ છે. આથી જ આજનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com