SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ દિધા કહી. ઘણુંનું માનવું એમ છે કે એક અનર્થના ભાગે ઘણો અનર્થોને ટાળવા માટે તેમણે કહેલું; પણ એ વસ્તુ વિચારવાની છે કે અસત્ય આવતાં તેમને રથ નીચે ગયો હતો ! અમારા ગુરુદેવ પૂ. શ્રી નાનચંદ્રજી મ. સાહેબે એકવાર ગાંધીજીને આના સંદર્ભમાં પૂછેલું : “આપ સત્યને આટલો બધો આગ્રહ રાખે છો! તે એ આગ્રહને કારણે ઘણીવાર કપરી પરિસ્થિતિ બની જાય છે, તે આપ કૃષ્ણ ભગવાને ધર્મરાજાને પ્રેરણું આપી હતી તેમ કોઈ પ્રસંગે આપી શકો કે નહીં !” આ બધી વાત હું મારી ભાષામાં કહું છું. ગાંધીજીએ તેમને કહેલું : “ભગવાન કૃષ્ણની જેમ મહાપુરુષોએ કર્યું તેમ ના કરવું, પણ કહ્યું તેમ કરવું જોઈએ ! હું તેમની જ્ઞાતિ નહીં જોઉં; પણ સત્યના ભોગે સ્વરાજ્ય ન ઇછું.” આનો અર્થ એ થયો કે ગમે તેવા સંગમાં સત્યને ન છોડવું જોઈએ. ધર્મરાજ અંગે જોયું કે અધું અસત્ય પણ તેમના રયને જમીનમાં ઉતારનારૂં સાબિત થયું હતું. આ અંગે ઘણી કાળજી સેવવી પડે છે. મહર્ષિઓના વચનને તેમના સાચા સંદર્ભમાં લઈને સંગતિ બેસાડવી જોઈએ; એને બગાડીને ઊલટે અર્થ ન કરો. કહ્યું છે કે – __ 'आर्ष संदधीत, न तु विघयेत्' ઘણાં એવાં વાક્યો હોય છે જેને લઈને ચાલીએ તે જૂઠું બેલવામાં વાંધો નહીં એવો સિદ્ધાંત નીકળે છે, પણ ત્યાં સંગો અને કલ્યાણ એ બે વાતોની અપેક્ષા હેવી જોઈએ. કલ્યાણકારી અને અહિંસાવાળું હોય, તે જ સત્ય : સત્યનું લક્ષણ કરતાં કહ્યું છે – “સો હિત સત્ય” પ્રાણિમાત્ર માટે–બધા જગત માટે જે કલ્યાણકારી હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy