________________
[૧૦], ભારતની સંસ્કૃતિમાં સત્યનાં પાસાએ
ભારતીય સંસ્કૃતિમાં સત્યનું શું સ્થાન છે, એ અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. સત્ય એવી મોટી ચીજ છે કે તેને પારખવું શી રીતે એ સવાલ થાય છે ! ગયે વખતે ભીતરનું – અંદરનું સત્ય શું છે તે અંગે વિચાર કર્યો હતો. અહીં બહારનું સત્ય – એટલે કે વાણીનું સત્ય શું એ વિષે જોઈશું!
સત્ય અંગે સુંદર પરિભાષા મનુસ્મૃતિમાં મળે છે – सत्यं ब्रूयात् , प्रियं ब्रूयात् , न ब्रूयात् सत्यमप्रियं । प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः
એટલે કે સનાતન ધર્મનું લક્ષણ એ છે કે સત્ય બોલે, પ્રિય બેલો, સત્ય હેય પણ અપ્રિય હોય કે પ્રિય હોય પણ અસત્ય હેય તેવું ન બેલો. ટૂંકમાં સત્ય બોલવું, મીઠું બોલવું; કડવું ના બેલવું અને સાથે સાથે સત્યને ના ચૂકવું. સત્ય પ્રિય હોવું જોઈએ :
વાણી બે પ્રકારની હોય છે. સત્યને આગ્રહ રાખીએ છીએ છતાં ઘણી વાર બોલવામાં કડવાશ આવી જાય છે. કહેવત પડી છે કે “નગ્ન સત્ય બેલો !પણ, જે કડવાશ અને અસત્ય બેમાં કોની પસંદગી કરવી રહી ? ત્યારે કહ્યું કે “કડવું ભલે લાગે પણ સત્ય બેલો. તે છતાંય જેટલી વચનની – મીઠાશ જળવાય તેટલી જાળવે.
મહાભારતમાં વાત આવે છે કે મયદાનવે એવી કારીગરી કરી કે પાંડવોના મહેલના મંડપમાં પાણી અને જમીન સરખાં જ લાગે ! બીજાની જેમ દુર્યોધન આવે છે. તે પાણું ધારી કપડાં ઉંચા લે છે ! પણ પછી મૂકી દે છે. આગળ ખરેખર પાણી આવ્યું ત્યારે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com