________________
બધા દાખલા પડ્યા છે કે એની આગળ ધર્મના નામે કેટલાક સ્વાર્થી તએ જે સ્વાર્થ હિત સાધના કરી છે તેનું કશું પણ મૂલ્ય નથી. મતલબ એ કે ધર્મને નામે અનર્થો કરતાં ત્યાગ-તપ-બલિદાનની સંખ્યા વધારે થઈ છે. તેથી ધર્મ શબ્દને સાચા અર્થમાં ગ્રહણ કરનારાઓનાં કાર્યોને જોઈ ધર્મને નામે અનિષ્ટ આચરનારાઓનું થથાપણું સહેજે પ્રગટ થઈ જાય છે. ક્રોધ, આવેશ કે ઝનૂન એ કદિ ધર્મનાં તત્ત્વ રહ્યાં નથી; કોઈ પણ ધમે તેને પ્રમાણભૂત માન્યા નથી. ત્યારે ધર્મના નામે આ તો વડે માણસ પોતાની પાશવી અને હિંસકવૃત્તિને દર છૂટો મૂકે એની જવાબદારી ધર્મ ઉપર ન થાપી શકાય. ખરું કહીએ તો ધર્મની પવિત્ર ભાવનાના કારણે જ “માણસ એક સામાજિક પ્રાણી છે” એ વાકય પ્રચલિત થયું છે. એક વસ્તુ ખરાબ છેવી જુદી વાત છે અને તેના નામે ખરાબીઓ ફેલાવવામાં આવે એ અલગ વાત છે એ રીતે જોવા જઈએ તો દરેક સારી વસ્તુની ઓથે ખરાબીઓ ફૂલેફાલે, તેથી કરીને સારી વસ્તુઓને છેડી શકાતી નથી. કર્તવ્યમાં સર્વ હિત નથી આવતું :
એક દાખલો સમજવા માટે લઈએ. રાવણના રાજ્યમાં ખાવાપીવાનું બધું મળતું હતું. ગમે તે કામ કરો, રાવણની સાથે બરાબર વર્તે. એવું એ રાજ્ય હતું. આ રાજ્યને સારું જ કહી શકાય ને? પણ માણસ કેવળ ખાન-પાનની જરૂરત અંગે નથી વિચારતો તે એનાથીએ વધારે ઉત્તમ વસ્તુ માટે ઝંખે છે. ત્યારે જ તે અન્યાયને પડકારે છે. સીતાને રાવણ લઈ આવે છે અને રામને સંદેશ આવ્યા છતાં પણ પાછી નથી વાળને ત્યારે વિભીષણ તેને કહે છે: “મેટાભાઈ! તમે આ કાર્ય ધર્મ-વિરૂદ્ધ કરી રહ્યા છો ! રામને પક્ષ ધર્મયુક્ત છે.”
ત્યારે રાવણે સત્તામદાંધ થઈ એને જવાબ પગની લાતથી આપતાં કહ્યું: “તું તારું કર્તવ્ય કર. તારે આ પસાતમાં પડવાની જરૂર નથી. તને મહેલ આપે છે. ખાનપાન અને વિકાસની સગવડે આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com