________________
૭૩
ભેદભાવ વિના દેડયા આવે છે કારણકે તેમાં સૌનું હિત હોય છે તેમ આજના યુગને પ્રભાવ એવો છે કે સે એક વઈ વિશ્વશાંતિ માટે ઝંખે છે. આપણે કોઈ મતપંથમાં પડતા નથી કે કોઈને ખેંચતા નથી એટલે સહુ આપણુ કાર્યક્રમમાં દેતા આવે છે. "
નવસારીમાં દેઢ વર્ષ પહેલા નિર્માસાહારની પ્રતિજ્ઞાને યજ્ઞ કર્યો હતો. તેમાં સૈ ભળ્યા. તેમાં એક પારસી કુટુંબ પણ ખેંચાયું. તેમણે પોતાના ધર્મમાં અડગ રહીને આમાં ભાગ લીધે. તેમાં વ્યાપક કાર્યક્રમમાં દરેક ધર્મોના માણસો કશા પણ ભેદ વિના ભળે જ છે. જગત એટલું નજીક આવી ગયું છે કે એક કાંકરે પડતાં તેની લહેર આખા હોજમાં ફેલાય, તેમ વ્યાપક કાર્યક્રમો ધર્મોની વ્યાસપીઠ ઉપરથી મૂકાતાં સે તેને ઉપાડી લેશે. ધર્મગુરુઓની ફરજ શું?
શ્રી બલવંતભાઈ : “ઘણીવાર કાર્યક્રમોમાં સહુ સાથે આવે તેયે ધર્મના નામે અલગતાવાદ રહી જતો હોય છે. અમારે ત્યાં મોલેસ્લામ આઠ દશ કુટુંબો છે. આજ લગી જન્માષ્ટમીમાં ગરબા ગાતાં અને હિંદુ-મુસ્લિમ એક્તા તે શું બકે ઓતપ્રેત હતાં. પણ કોઈ ધર્મગુરુએ એવું ભૂસું ભરાવ્યું કે સાવ નોખાં થઈ ગયાં.
અમે બીલીમોરા પ્રવાસમાં ગયેલા. ત્યારે એક ભાઈએ કહ્યું : “દરેક પિતાના તરફ ખેંચે છે. ત્યાં સાચું શું ગણવું? ધર્મગુરુઓએ એકતા વધારવી જોઈએ કે ભેદભાવ ?” સારાં ત સંશોધન કરીને અપના :
શ્રી. માટલિયાએ કહ્યું : “ઔરંગજેબના ધર્મઝનૂન અને મુસિલમ બાદશાહનાં ધર્મઝનૂન છતાં મથુરા અને વૃંદાવન અખંડ રહ્યાં. ત્યાં મારા વિનમ્ર મતે ઇસ્લામનાં સારાં ત લેવાનો પ્રયાસ થયો અને મૂર્તિપૂજા છોડી નહીં. તેવી જ રીતે નીડરતા, આક્રમણ સામે ટકવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com