________________
૭૦.
કરે એવી જ રીતે સર્વધર્મોપાસક કરશે. માતાને જેમ લોહીને સંબંધ બાળક સાથે છે તેવી જ રીતે સર્વધર્મોપાસકને ઉપાસનાને સંબંધ બધા ધર્મો સાથે છે. તેથી તેને કોઈ ધર્મ ખરાબ નહીં લાગે; એ માટે સર્વ પ્રથમ તેણે બધા ધર્મોને પોતાના ગણવા પડશે. :
ગાંધીજી પાસે સર્વ ધર્મના લોકે આવતા. એક તરફ પ્રાર્થના થતી હોય તો બીજી તરફ નમાજ ભણતી હેય ! પ્રાર્થનામાં ગાંધીજી કુરાનની આયતે પણ બોલાવતા. એકવાર કઈ કટ્ટર હિંદુએ વાંધે ઉઠાવ્યોઃ તમે હિંદુ થઈને મુસલમાનની આયતો શા માટે બોલે છે ?
તેઓ કહેતાઃ “કુરાનની વાતો ગીતાથી અલગ નથી. બધામાં એક જ પ્રકારને ઉપદેશ છે. ”
તેમના ઉપદેશનો એ પ્રભાવ પડ્યો કે પડિત સુંદરલાલજી જેવાએ તે ગીતા અને કુરાનને સમન્વય “ગીતા ઔર કુરાન” નામના પુસ્તકમાં કર્યો છે. ગાંધીજી દરેકને કહેતા કે તમારો ધર્મ, બીજાના ધમથી જુદો નથી. હિંદુ-ધર્મ ઇરલામથી જુદો નથી. તેમણે તો ત્યાં સુધી કહ્યું: ““મુસલમાને ગાયો નહીં બચાવે ત્યાં સુધી હિંદુઓ ગાય બચાવી શકવાના નથી.” એટલે જ્યારે ખિલાફતને પ્રશ્ન આવ્યો ત્યારે ગાંધીજીએ તેમાં પૂરે રસ લીધા હતા. તેમણે મુસલમાનોના પ્રશ્નમાં એક હિંદુ તરીકે રસ લઈને આત્મીયતા કેળવી હતી.
શ્રી. માટલિયાએ કહ્યું હતું કે હું રાધા બનું તે જ શ્રી કૃષ્ણની ઉપાસના બરાબર કરી શકું. એટલે રાધા ભાવ કેળવવો જોઈએ. જેને સંસ્કારોથી ટેવાયેલો સાધક જ્યારે આવી ભાવના કરે ત્યારે તે અદભુત બની જાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઈરલામનું રહસય જાણ્યું ત્યારે તે મહત્વનું બની ગયું.
સાચા સર્વ ધર્મોપાસક તરીકે ગાંધીજી દરેકને પોતાના ધર્મ ઉપર રહેવાનું કહેતા અને તેને તેના ધર્મની સમજણ પાડતા; સાથે જ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com