________________
૫૯.
છે ત્યાં અહંકાર રહેતો નથી; પણ જ્યાં ઉણપ આવે છે ત્યાંજ અહંકાર પિતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. તેના હાથા બને છે ધર્મ, ધર્મપુરૂષ અને ધર્મગ્રંથે. તે જાતે ભલે ગમે તે નકામો, ગુણહીન કે ચારિત્ર્યહીન હેય પણ “અમારા ભગવાન, અમારે ધર્મ, અમારા ધર્મગ્રંથો તમારા ઈશ્વર, ધર્મ અને 2 કરતાં શ્રેષ્ઠ છે” એવી વાતો કરતે રહે છે. એજ અહંકાર વશ તે આસ્તિક-નાસ્તિક, ઈમાનદાર કે કારિ, મિથ્યાત્વી કે સમતિ વગેરે ભેદ પાડતો ફરે છે અને સચ્ચાઈ માનવતા, બ્રાતત્વ અને સુખશાંતિને અહંકારની વેદીએ હેમતો ફરે છે.
આ અહંકારની પૂજા કરવા માટે તે ગમે તે ભોગે અનુયાયીઓ. વધારવાની ચિંતા કરતો રહે છે. પરિણામે ઈતિહાસના પાને પિતાના ધર્મને કંડ રોપવા લાખો માણસને ધર્મના નામે બેટી રીતે કતલ, કરી નાખવાના દાખલા જોવા મળે છે. અહંકારમાંથી જે ઝનૂન પેદા થાય છે તેનું આ પરિણામ છે. તે સાચે ધર્મ ફેલાય એ જોતો નથી પણ ધર્મના આંધળા અનુયાયીઓની સંખ્યા વધે એનાજ પ્રયત્ન કરે છે. આમ ધર્મને અનુદાર અને સંકુચિત બનાવનાર તે તે ધર્મના અંધ. ભક્ત હોય છે.
એકવાર એક પ્રખ્યાત મુસલમાન ભાઈને પૂછવામાં આવ્યું? “ગાંધીજી કેવા છે?”
તેમણે કહ્યું: “બહુ ભલા છે; શરીફ છે, સત્ય, અહિંસામાંમકકમ છે.”
તેમને પૂછવામાં આવ્યું: “ઈસ્લામની દષ્ટિએ તમે એમને કેવા માને છે ?”
તેમણે કહ્યું: “ઈસ્લામની દષ્ટિએ હલકામાં હલકા માણસ છે.”
અહીં વિચારવાનું એ છે કે સગુણને પણ ધર્મ ન મનાય તો પછી ધર્મ કયો? તેમના આંધળા ધર્મ ઝનૂન પ્રમાણે,” પિતે માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com