________________
૪૩
હોવું જોઈએ કે તેનાથી મેક્ષ-કલ્યાણ થાય છે કે નહીં ! પછી જેને જે સાધન પસંદ હોય તેને તે લેવા દેવાં જોઈએ. આ તો પોતપોતાની રુચિ અને યોગ્યતાને સવાલ છે. એટલે કોઈ પણ ખાસ આચાર વિચાર સાથે સાધ્યને અવિનાભાવ સંબંધ નહિ જડવે જોઈએ. ધર્મને ધ રહેવા દો :
એની સાથે એક બીજી વસ્તુ અંગે પણ તકેદારી રાખવી પડશે. આપણે ત્યાં ઘણી બાબતે ધર્મની સાથે ભેળવી દેવામાં આવી છે. એવી કોઈ બાબત ધર્મને સહાયક હોય તે ઠીક નહીંતર એને ધર્મની એથે મૂકીને લડાઈ-ઝઘડા ન કરવા જોઈએ.
દા. ત. પાંચ પાંચ કેટલા? –એ પ્રશ્ન ગણિતને પૂછવું જોઈએ? ધને નહીં. ભારતમાં કેટલા પર્વત છે એ પ્રશ્ન ભૂગોળને પૂછવો જોઈએ: ધર્મને નહી, અમુક સાધકે લગ્ન કર્યા હતાં કે નહીં તે પ્રશ્ન ઈતિહાસકારને પૂછીએ પણ, ધર્મને નહીં. જગતમાં તો કેટલાં છે ? એક કે બે ? આ પ્રશ્ન દર્શનશાસ્ત્રને પૂછીએ પણ ધર્મને નહીં !
ત્યારે ધર્મને શું પૂછી શકાય ? એને તો જીવન અને વહેવારની જ વાત પૂછવી જોઈએ. આપણે સદાચારી, શાંત, જિતેન્દ્રિય શી રીતે બની શકીએ ? જગતમાં સુખ, શાંતિ અને સદાચાર કઈ રીતે ફેલાવી શકીએ ! ગણિત, ભૂગોળ, ખગોળ, દર્શનશાસ્ત્ર, ઈતિહાસ વગેરેમાં પ્રચલિત આપણી માન્યતાનું ખંડન, સંશોધન કે વિજ્ઞાન વડે થતું હોય તે તેથી ધર્મનું ખંડન સમજવાનું નથી. ધર્મ તે શાશ્વત છે. જગતના અધિકમાં અધિક સુખ માટે છે. એનું ખંડન કદિ થતું નથી. એટલે ગણિત, ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર વ.ને ઉપગ ધર્મ (સત્ય – અહિંસા – ન્યાય વ.)ની વૃદ્ધિ માટે કરવો જોઈએ, અહંકારવૃદ્ધિ માટે નહિ.
માણસે અલગ અલગ ધંધાઓ પિતાની રુચિ પ્રમાણે કરે છે, અને ધન કમાય છે. તેઓ કદિ પિતાના ધંધાને બીજા ઉપર લાદતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com