________________
માણસ ઉન્નત બને :
શ્રી. દરિયાઇ : “જીવન ઊંચું બને તે ભેદભાવ આપોઆપ દૂર થઈ જાય ! માણસ ઉન્નત થાય ત્યારે ઉદાર બને જ છે.”
શ્રી દેવજીભાઈ : “મને તે મારી ખેડૂત મંડળીની પ્રવૃત્તિઓ ઉપરથી સ્પષ્ટ દેખાયું છે કે આપણે જે સત્યાથી હાઈએ, અને ચારે બાજુ સંગઠન દ્વારા લોક વાતાવરણ પણ એવું જાણ્યું હોય તે ગમે તેવા મોટા સાધુપુરુષે પણ આપણી વાતમાં જમ્બર પ્રચારક આપઆપ બને છે. કદાચ પ્રારંભમાં વિરોધ કરે, અપમાન કરે પણ સત્ય હશે એટલે આકર્ષાયા વગર નહીં રહે.”
શ્રી. પંજાભાઈ: “ઘણને એમ થયું હશે કે સંતબાલ પાસે અમે કેમ શીખવા જઈએ? એટલે મોટા ભાગના સાધુસાધ્વીઓ એ ડરથી કે એવા કોઈ કારણથી આ શિબિરમાં ન પણ આવ્યા હોય; પણ આ સહચિંતનથી જે લાભ મળે છે તે અનેરે જ છે.”
પૂ. નેમિમુનિ : “એ બધી મુશ્કેલીઓ તો છે જ !” વ્યાપક કાર્યક્રમ મૂક જોઈએ :
પ્ર. સંતબાલજી : દડીસ્વામીની, પૂજાભાઈની કે દેવજીભાઈ વ.ની ચર્ચા ઉપરથી એ વાત નથી નીકળતી કે જેમ ગાંધીજીએ દેશ આગળ વ્યાપક કાર્યક્રમ મૂક્યો તે એક સ્થળે વ્યાપક કાર્યક્રમ મૂકવે જોઈએ. તેથી ગાંધીજીના સમયે દૂર રહીન ટીકા કરનાર પણ ટીકા મૂકી તેમાં ભળી ગયા; અને અલગ અલગ અનેક જગ્યાએ પણ ટીકા બંધ થઈ અને તેઓ ભળ્યા. એ કોઈ કાર્યક્રમ મૂકવામાં આવે તે સીધી નહીં તોયે આકતરી રીતે પણ એ સૌને અસર થશે જ.
(૧ –૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com