________________
આ નવા જ શબ્દો હતા. હલાલને અર્થ ખ્યાલમાં હતો પણું ટકાને અર્થ સમજવામાં આવતું નહતું. એટલે મારે સ્પષ્ટ શબ્દોમાં પૂછવું પડયું: “એ ગોસ તો નથી ને?”
છે તે ખરું પણ હિંદુ માટેનું છે!”
હું કઈ પણ વધુ સાંભળ્યા પહેલાં ત્યાંથી બહાર નીકળી ગયો. હિંદુ લોકો પણ માંસાહાર કરી શકે તે હું માની શકતો ન હતો. મેં પાછળથી હલાલી, ઝટકા અંગે દિલ્હીમાં મિત્રને પૂછયું તે તેમણે કહ્યું કે હલાલી એટલે મુસ્લિમ પદ્ધતિએ બકરાને કાપીને તેનું આણેલું માંસ, અને ઝટકા એટલે એક ઘાએ બકરાનું ડેકું કાપીને, તૈયાર કરેલું માંસ. દક્ષિણમાં આવ્યા પછી અને ત્યારબાદના પ્રવાસ ઉપરથી પછી હું માનતો થશે કે હિંદુઓમાં અમુક ઉચ્ચ વર્ણનાને મૂકીને ઘણામાં માંસાહાર પ્રચલિત છે. આહાર-પાણીના હિસાબે ધાર્મિક ભેદભાવ યુક્તિસંગત નથી.
૪૪માં મુંબઈ આવ્યો પાયધુનીને નાકો એટલે ત્યાં હિંદુ-મુસ્લિમ સરહદ ગણાય. ફુલડે અવારનવાર થતાં જ; વાતો સાંભળેલી; પણ ટ્રામમાંથી કોઈ માણસને ખેંચીને લોકોને મારતા પહેલીવાર આંખ આગળ જઈને કંપકંપી આવી, એવી જ રીતે ભૂલથી હિંદુ ગલીમાં જઈ પહોંચેલા કેઈ મુસલમાનને માર ખાઈને ગલીમાં તરફડતે જો; અને સહથી કરણ દશ્ય તો બિચારા એક ગાંડાને બન્ને પક્ષના લોકોએ વિરોધ પક્ષને જાણીને મારેલો એ હતું..!
હજુ પણ હિંદુ હોટલ અને મુસલમાની હોટલો ચાલુ હતી; પણ એક કે સ્મોપોલિટન વગે' ઈરાનીની હોટલમાં ચાય પાંઉ ખાવામાં કંઈ પણ અપરાધ ન માનતા. મુંબઈ ૧૯પરમાં મૂક્યું અને મદ્રાસમાં આવ્યું, તો અહીં હિંદુ હોટલ જેવું નામ ન હતું. હોટલમાં બધા જઈ શકતા હતા... અને છેલ્લા દાયકામાં ભેદ-ભાવની, ખાવા-પીવા અંગેની ધર્મના નામે ઊભી થયેલી ભીતે એ રીતે ધસી પડતી જોઈ છે કે આજે હિંદુ-મુસ્લિમ બન્ને વર્ગના લોકો બનેની હોટલોમાં જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com