________________
આકાશ તત્વ તે એક જ છે. ચાવલ, ચેખા, તંદુર, તાંદુલ એમ ભાષા પ્રમાણે જુદા જુદા શબ્દ હોવા છતાં, બધાને અર્થે સરખે જ છે. પહેલું ધોરણ, બીજુ ધોરણ, ત્રીજુ ઘોરણ એમ એક વિદ્યાપીઠમાં ધોરણે જુદાં જુદાં હોય પણ વિદ્યાપીઠને ઉદ્દેશ્ય તો એક જ છે. તેમજ અલગ અલગ ધર્મોનું છે. જરથોસ્તી, ઈસ્લામ, ખ્રિસ્તી, વેદિક, બૌદ્ધ અને જૈન. આ બધી ધર્મની શ્રેણિઓ જુદી જુદી છે, પણ સૌ ચડતાં પગથિયા પછીનું સ્થાન તે એક જ છે. એવી જ રીતે ક્રિયાકાંડેનું છે. અમૂક ક્રિયાકાંડને અમૂક કાળની અમૂક પરિસ્થિતિ પ્રમાણે મહત્વ આપવામાં આવ્યું. એની પાછળ જે ભાવના હોય તેના ઉપર જ ભાર આપવો જોઈએ. જે ભાવનાને ભૂલીને ક્રિયાઓને તપાસવામાં આવે તે નકામા ગૂંચવાડા ઊભા થાય, એની સાથે કોઈ ક્રિયા ભલે સારી હોય પણ તેજ ક્રિયાકાંડ બધાને લાગુ પડવા જોઈએ એ કદાગ્રહ ન રાખવો જોઈએ. જે ધર્મ કે જેમાં ક્રિયાકર્મો ઉપર સૂક્ષ્મ વિવેચન સાથે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં પણ “અન્ય લિંગ-સિદ્ધા” કહીને અન્યના આચાર-વિચારો જે મુક્તિ ભણી લઈ જતાં હોય તેને માન્ય કરાયા છે. એટલે આ બધું જોતાં એમ તારવી શકાય કે બધા ધર્મો તત્વજ્ઞાન, સદાચાર અને ક્રિયાકાંડ એ ત્રણ વસ્તુઓ ઉપર આધારિત છે. પણ જે કોઈપણ ધર્મને મૂલવ હેય તે તેને તત્ત્વજ્ઞાન અને સદાચારની દષ્ટિએ જ મૂલવો જોઈએ. તે જ દરેક ધર્મનું હાર્દ સમજી શકાશે.
કોઈ પણ વ્યક્તિ જન્મ લેતાં પહેલાં ધર્મને સ્વયંવર કરીને જ નથી હોતું કે સૌથી શ્રેષ્ઠ ધર્મવાળા પિતાને ત્યાં જ જન્મીશ પણ જે ધર્મ એને વારસામાં મળે છે પણ એના કારણે એ ગર્વ કર કે મારો જ ધર્મ શ્રેષ્ઠ અને બીજાને નહીં. એમાં ખોટું અભિમાન છે. સાચો ધર્મ તે એ છે કે જેને અભિમાન–કોઈ પણ પ્રકારને ગર્વ સ્પર્શતું નથી. તે એમ પણ નથી કહેતા કે હું ધર્મનું પાલન કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com