________________
-
૨૪૯
આવે છે. આવા ઘણા શબ્દોમાં સામ્ય છે. જેમકે અદ્ધર = અસૂર, જર્ન = યજ્ઞ વગેરે. કિસ્તી જઈના અર્થમાં વપરાય છે એના બદલે ત્યાં કમરપટ્ટો વપરાય છે. એની પાછળનું તાત્પર્ય એ છે કે તું બહાદુર થજે પણ પવિત્ર રહેજે.
પારસી ધર્મમાં ત્રણ તો મુખ્યત્વે સંસ્કારમાં વણાયા –(૧) ઉલગ, (૨) પરોપકાર, (૩) પવિત્રતા. આ કામમાં વિશેષ રૂપે જોવામાં આવે છે. પારસી ધર્મનું મુખ્ય તત્વ જોવા જઈએ તે સમન્વયવૃત્તિ છે. તે પારસીઓને વારસામાં હોય છે. એમાંથી પારસીઓમાં એ સંસ્કાર આવ્યા કે જે રાજ્યમાં રહે તેના પ્રત્યે વફાદારીપૂર્વક રહેજે. એની પાછળ કેટલીક વાર ખુશામદારીને દુર્ગુણ આવી જાય છે. હમણું એ વાત આગાખાને પકડી છે. તેમણે પિતાના ધર્મને વિશ્વધર્મ કહ્યો છે અને પિતાના અનુયાયીઓને કહ્યું છે કે જે દેશમાં રહે તેના પ્રતિ વફાદાર રહે. આગાખાનનું આવું વલણ વિશ્વપ્રવાહને આભારી છે, ત્યારે પારસીઓને એ વાત વારસામાં મળી છે અને તેમના માટે એ ફાયદાકારક નીવડી છે.
પારસી લોકો ઈરાનના કુદરતી પ્રકોપ વખતે બેએક હજાર વર્ષ પૂર્વે હિંદમાં આવ્યાનું મનાય છે. તેમણે અહીં આવીને જોયું કે હિંદુએ યજ્ઞ કરે છે અને અગ્નિને દેવ માને છે એટલે તેઓ પણ “આતશ બહેરામ” અગ્નિ પવિત્ર છે એમ માનવા લાગ્યા. જોયું કે હિંદુઓ ગાયોને પૂજ્ય માને છે તો તેમણે પણ ગાયને પુજ્ય માની. પારસી ધર્મની એજ વિશેષતા છે કે તે દરેક ધર્મ સાથે સમન્વય કરી શકે છે. જે દેશવાળા જે રસ્તે જાય તેની સાથે તે પણ જાય. ખાદીને રંગ વાગે તે ખાદી પહેરે, યુરોપિયન પિશાક પ્રિય લાગે તે એ પહેરે. રેન્ચ નૃત્ય ગમે તે તે કરે. ટુંકમાં કોઈ પણ દેશના આચાર વિચાર કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com