________________
૨૪૪ અને સૂર્યપૂજા બે ત હતા. એના ઉપર ત્યાં બૌદ્ધ ધર્મના મંડાણ થયાં. બૌદ્ધ ધર્મ પણ એ બે તત્વ ઉપર વ્યવસ્થિત થતું ગયો. પછી શિરે ધર્મમાં નવાં નવાં ઘણાં તત્વો ભળતાં ગયાં અને પ્રજાનું ઘડતર થતું ગયું. પણ, શિટે ધર્મનું મૂળ તત્વ રાજ્યભક્તિ કે રાષ્ટ્રભકિત અંત સુધી કાયમ રહી.
જાપાનના નાના બાળકને પણ એમ શીખવવામાં આવે છે કે તમારા માતાપિતા તે તમને માત્ર જન્મ આપનારા છે. ખરા માતા-પિતા તે તમારો દેશ છે. એ રાષ્ટ્રભકિતને એટલી હદ સુધી મહત્વ અપાયું છે કે દેશની ખાતર ચારિત્ર્યનું પણું બલિદાન આપવામાં ત્યાં વધે નથી ગણાતો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની નારીઓ શત્રુપક્ષને ભેદ લેવા શીલ હેમીને જાસુસીનું કામ કરતી હતી. ત્યારે ભારતના ધર્મોમાં એ વસ્તુ નથી કે દેશ માટે બ્રહ્મચર્ય તેડીને રાષ્ટ્રભકિત સિધ્ધ કરો; પણ અહીં શીલ અને સદાચારનું દેશ-ભકિત કરતાં વધુ મહત્વ અંકાયું છે. ત્યારે જાપાનના શિટ ધર્મના મૂળમાં રાષ્ટ્રભકિત હોઈ; તે બૌદ્ધધમી બન્યું હોવા છતાં, ચીન સાથે લડયું સીઆમ (શ્યામ) અને બ્રહ્મદેશ સાથે પણ લડયું. ચીન, બ્રહ્મદેશ કે સીઆમ આ રાષ્ટ્ર પણ બૌદ્ધ ધમી હતાં; બુધ્ધ ભગવાનની પૂજા કરતા હતા. પ્રાર્થનામાં ચીનીઓ જાપાનને પરાજય ઝખે અને જાપાનીએ ચીનને પરાજય ઝંખે. આ પ્રથમ દષ્ટિએ ઘણી જ અસંગત વાત લાગશે. પણ જાપાનની સબળતા રાષ્ટ્રભકિતમાં સમાઈ એટલે એને દેહ રજોગુણમૂર્તિ બન્યો આ ભુમિકામાં બૌદ્ધ ધર્મને પ્રવેશ થયો અને તેણે પચશીલ રૂપ ધર્મને પાયે જાપાનના ધમાં નાખે. બૌદ્ધ ધર્મની પંચશીલની પાયાની વાતના કારણે જ જાપાન અને ચીન બન્નેએ પંચશીલની વાત સ્વીકારી છે. ચીનને પ્રાચીન ધર્મ તાઓ :
ચીને પણ પંચશીલની વાત સ્વીકારી પણ તે હવે એમાં પીછેહઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com