________________
૨૩૫
આ ત્રણે મૂળ વિશેષતાઓમાંથી કર્મવાદ, અનેકાંતવાદ અને પુરૂષાર્થવાદ નીકળ્યા છે, જે આ ત્રણ ખૂબીઓમાં જૈનધર્મો વણ લીધા છે. હવે એ ખૂબીઓમાંથી જૈનધર્મે આગળ વધવાનું છે.
ચર્ચા-વિચારણું પરસ્પરના સમન્વયની ભૂમિકા
પૂ. દંડી સ્વામીએ “જૈનધર્મની મૂળ ખૂબીઓ” એ વિષય ઉપર ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : “એ ખૂબીઓ અમારા જેવા ઘણાને આકર્ષે છે. વૈદિક સન્યાસીઓમાં નિર્માસાંહાર મોટાભાગે દેખાશે પણ ગૃહમાં તેવું નહીં દેખાય. એ સાથે સશસ્ત્ર સામાનાની વાત વૈદિકોમાં વધારે દેખાશે; બૌદ્ધોમાં એથી એ છી અને જેમાં તે એથીયે ઓછી એ સહજ સ્વાભાવિક છે. એટલે જેને સાથે આજના યુગનો સમન્વય અત્યંત જરૂરી છે, કારણ કે આજે વિશ્વના રાષ્ટ્ર વચ્ચે ઝગડાનું સમાધાન શકય બન્યું છે તો તે અહિંસાને આભારી છે.
જૈન અને વૈદિક ધર્મને સાંધવામાં બૌદ્ધ ધર્મો ફાળો આપ્યો છે. શંકરાચાર્યું આમ તે બૌદ્ધોનું ઘણું ખંડન કર્યું છે, પણ બૌદ્ધોનું ગ્રહણ પણ ઘણું કર્યું છે. તેથી તેઓ “પ્રચ્છન્ન બૌદ્ધ ગણાયા. પુરાણું છે. પૂ. ૨૦થી લઈને ઈ. સ. ૫૦૦ લગી લખાયાં. ત્યાર બાદ સાતમી સદીમાં શંકરાચાર્ય થયેલા હેઈને સમન્વય જાતે જ આવી ગયા. દિગંબર જૈનાચાર્ય કુંદકુદેએ પણ વેદાંતને અપનાવી લીધું. ઇસ્લામની સહી શાખા ઉપર વેદાંતની અસર થઈ. આજે આ પરસ્પરના સમન્વયની ભૂમિકા ખૂબ ખૂબ છે જ. જૈન ધર્મ અને એનું તત્વજ્ઞાન પણ ખૂબ ઉદાર છે. આજે જે સંકુચિતપણું દેખાય છે તે દૂર થઈ શકે તેવું છે.” કાંતિપ્રિય સાધુસાધ્વીઓનું કાર્ય :
શ્રી. દેવજીભાઇ : “પૂ. મહારાજશ્રીએ સર્વધર્મોના અભ્યાસ દ્વારા અમને જૈનોને મોટી ભેટ આપી છે. એક રીતે જોઈએ તો જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com