________________
૨૩૩
સંયમનું વિધેયાત્મક સ્વરૂપ :
એટલે સંયમને નિષેધાત્મક અર્થ વસ્તુ છોડે-છોડે કહેવાય છે એટલોજ નથી; પણ મનને દિવ્ય બનાવી આસક્તિ તજી નિર્દોષ સુખ અને આનંદ લે; એ પણ છે. શ્રી અરવિંદના સિદ્ધાંત પ્રમાણે જે તમે વિજ્ઞાનમય કોશમાં આવી જશો તે ભગવતી માતા ઊચકીને તમને આનંદમય કોશમાં લઈ જશે !” એનું રહસ્ય પણ આજ છે. શ્રીમદ્જીએ પણ એજ કહ્યું છે –
એક પરમાણુ માત્રની રહે ન સ્પર્શના, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે. શુદ્ધ નિરંજન, ચેતન્ય મૂર્તિ, અન્યમય, અગુરુ લઘુ, અમૂર્ત, સહજપદ રૂ૫
–અપૂર્વ.. એને અર્થ સ્પષ્ટ છે. પણ, પરમાણુને સ્પર્શ છેડવાની સાથે કર્તવ્ય પણ છોડી દેવું ન જોઈએ. કેવળી થયા બાદ કંઈપણ કરવાનું રહેતું નથી; છતાં આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે લોકકલ્યાણ માટે બધુંયે કરવું પડે છે. પણ તેમને દ્રવ્યની કઈપણ આસક્તિ સ્પર્શતી નથી.
જે પુરૂષ કહે કે સ્ત્રીને છેડે, અને સ્ત્રી કહે કે પુરૂષને છેડે તે છેવટે રહેશે શું? ચારેય આશ્રમો રાખવાના છે. જે ૧૦૦ માંથી એકડે કાઢી નાખીએ તો બે મીંડાજ રહેશે. તેની કિંમત શું રહેશે? બે મીંડામાંથી પણ ૮૮ કાઢશો તો છેવટ ૦ (શૂન્ય) રહેશે. માટે પંચવિષય કે સ્ત્રી જાતિને છોડવાનો અર્થ એ જ છે કે એમાંથી રાગરિ વિકારને છોડવા જોઈએ. આ સંયમની રસિકતા છે. જે જૈનધર્મની ખૂબી છે. [૩] તપ :
ત્રીજી ખૂબી જૈનધર્મની છે ત૫, એનો પણ વ્યાપક અર્થ લે પડશે. જે સમષ્ટિ સુધી પહોંચવું હોય તે તમારી જાત ઉપર નિયંત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com