________________
૨૦૦
બ્રહ્મચર્ય અને નારી :
સંયમ આવ્યું એટલે બ્રહ્મચર્ય સાથે જ હેય ! ત્યાં સ્ત્રીથી અતડા રહેવામાં બ્રહ્મચર્યની સાધના છે એવું વિધાન કરી, સ્ત્રીને નીચી ગણી તરછોડી એનામાં વિકારોનું આરોપણ કર્યું. સ્ત્રીથી અતડા રહેવાની વાત જૈનધર્મ સાથે સુસંગત નથી લાગતી, કારણ કે ભગવાન મહાવીરે જ જૈનધર્મના નામે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી છે, એટલું જ નહીં ચારતીર્થમાં બે તીર્થ સાધી શ્રાવિકા સ્ત્રીઓને કર્યો છે જે અતડા રહેવાની વાત હોત તો સાધીસંઘ અલગ ઊભે કરત કે બહેનેને દીક્ષા ન આપત. તેમણે સ્ત્રીને કદિ નરકની ખાણ કે તાડન કી અંધકારી’ કહી નથી. તેમણે સ્ત્રીઓથી ડરી ડરીને ચાલવાની કદિ વાત જ કરી નથી. તેથી જ તેમના અને સાધુઓના દર્શને સ્ત્રીઓ પણ આવે છે. વનડેમાં સાધુ-સાધ્વીઓની અલગ અલગ સુવાની જગ્યા હતી પણ, તેઓ સાથે રહ્યા છે. નારી જાતિ પ્રતિ થત અન્યાય સહન ન થયો એટલે તેમણે ચંદનબાળા સાધ્વીને સૌથી પહેલાં દીક્ષા આપી હતી અને નારી જાતિના પ્રશ્નો ઉકેલવા માટે માધ્યમ બનાવી હતી.
ભગવાન ઋષભદેવે એકાંતમાં ધ્યાન કરનાર બાહુબલિજી પાસે બ્રાહ્મી અને સુંદરી નામની સાળી (સ્ત્રીઓ)ને મોકલી હતી. ભગવાન ઋષભદેવ પાસે ઘણું સાધુઓ હતા કોઈ પુરૂષ સાધુને તેમણે ત્યાં ન મોકલ્યા; પણ બે સ્ત્રી સાધ્વીઓને જ મોકલી. આ આખી ઘટના સમજવા જેવી છે. એને અર્થ સાર એ છે કે બ્રહ્મચર્યમાં જાગૃત રહે તેમજ વાસના-વિકારથી પણ સાવધ રહે. છતાં જોખમ ખેડવાં પડે તે ખેડવાં જોઈએ.
જે જોખમ ન ખેડવાની કે સ્ત્રીથી અતડા રહેવાની વાત હોય તે યુલિભદ્ર મુનિના ગુરુ તેમને વેશ્યા કોશાને ત્યાં શા માટે મેકલિત ? કદાચ ઘડીભર એમ માની લઈએ કે સ્યુલિભદ્ર મનના પાકા હતા. પણ બીજી વખત તેમના ગુરુ ભાઈ સાધુને તેમના આચાર્યો મોકલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com