________________
૨૭
નથી. તે ભાઈને પૂછવાથી તેણે કહ્યું: “ગાયને અમે એવી ટેવ પાડી છે. એટલે બાળક એને ધાવે ત્યારે તે એને ચાટીને વહાલ કરે છે; પણ બાળકને ઈજા કરતી નથી.” આ ઉપરથી જોઈ શકાય છે કે જંગલી પશુઓ પણ અહિંસક બની શકે છે.
પંખીઓ પિતાના માટેનું ચણ ગમે ત્યાંથી મેળવી શકે છે, પણ લોકો તેમની સાથે આત્મીયતા સાધવા માટે ચણ નાખે છે અને પંખીઓ તેને ચણવા આવે છે. લોકો ગાયને ખવડાવે છે તેમ વાંદરાને હનુમાનજી માનીને ખવડાવે છે; કાગડાને વાસ નાખે છે; ખીસકોલીને પવિત્ર ગણે છે; અરે, કીડીયારા પાસે લોટ નાખે છે એટલું જ નહીં ઘરના આંગણે તુલસી કયારે. રાખી પાણી સીંચે છે. વડ-પીપર અને લીંબડાને પૂજે છે. આ સામાન્ય રીતે આચરાતી અહિંસાને પ્રત્યક્ષ વહેવાર છે. આ બધી જીવસૃષ્ટિમાં પડેલ ચૈતન્ય સાથે પોતાના આત્માને પરોવવા માટે જ આ બાબતો બતાવવામાં આવી છે. આત્મવત્ની વાત કેવળ નિશ્ચયરૂપે ન રહે પણ વહેવારમાં આચરવા માટે ભગવાન મહાવીરે કહી.
જૈનધર્મની આ અહિંસાના કારણે વૈદિક ધર્મમાં, યજ્ઞ-યાગમાં જે પશુબલિ અપાતી-માંસાહાર થતો, તે બહુ જ ઓછા પ્રમાણમાં થવા માંડ્યો. વૈદિકધમેં તો યજ્ઞની - વેદિકી હિંસાને હિંસા ન થાય એમ ગણીને છૂટ લીધી. ત્યાં જૈન ધર્મ તો અવ્યક્ત ચૈતન્યવાળા જીવો સાથે આત્મીયતા સાધી-અહિંસા પાળો એમ લોકમાન્ય તિલકને પણ કહેવું પડયું. અહિંસાને વિપરીત ક્રમ : એક ચેતવણું
જેને માટે જ્યાં અહિંસક-સંસ્કૃતિ આપવાનું ગૌરવ લેવા જેવું છે ત્યાં આજે અહિંસાને જે વિપરીત ક્રમ ચાલુ થસે છે ત્યાં ચેતવા જેવું છે. આજે જેને કીડી-મકોડીની દયા પાળે છે, પણ માણસનું શોષણ કરી, ચૂસીને જેવા વેપાર કરે છે તેના કારણે તેમની અહિંસા હસીને પાત્ર બની ગઈ છે. પાણીના જીવની રક્ષા કરવી અને રેશમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com