________________
* ૨૨૪
તાર્યકર માટે પણ એવું જ વિધાન છે. ત્યાં તેઓ ધર્મના, પ્રાંતના જાતિના ભેદે ઊભા કરતા નથી. આટઆટલું કર્યા પછી પણ દરેક તીર્થ કર અમૂક કાળ લોકસમુદાયમાં વિચરે છે. ઉપસર્ગો સહે છે પણ કોઇના પ્રતિ ધણું કે તિરસ્કાર દાખવતા નથી. ભગવાન મહાવીરને તે કાનમાં ખીલા ઠેકાવા, પગમાં ખીરે રંધાવી, અનાર્યોની રંજાડ વ. ઘણું ઉપસર્ગો આવે છે. ત્યારબાદ તેમને પૂર્ણ આત્મજ્ઞાન થાય છે અને તેઓ ચતુર્વિધ સંઘની રચના કરે છે. તેઓ એમ વિચારતા નથી કે અન્ય આત્માઓનું હું કશું કરી શકવામાં નિમિત્ત બની શક્તા નથી, પછી આ સંધરચના શા માટે કરૂં? મારો જ આત્મ ઉદ્ધાર જ બસ છે. તેઓ જ્ઞાની–ધ્યાની હતા. તેઓ જાણતા હતા કે સંઘમાં અનેક સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ આવશે, તેમનાં પલાજણ થશે .છતાં તેમણે વ્યવસ્થિત સંધ સ્થાપો.કારણ કે તેમના મને હતું કે બધાય છવામાં અહિંસા કેમ ફેલાય ? અહિંસા સમાજ વ્યાપી કેમ બને? તેમના મને સ્વભાવને અર્થ કેવળ પિતાના આત્મામાં જ રમણ કરવું એ સંકુચિત નહતે. પણ, સ્વ એટલે આત્મા–અર્થાત્ વિશ્વમાં જ્યાં જયાં ચૈતન્ય છે ત્યાં ત્યાં પિતાના આત્માનું રમણ કરવું; જે સ્વભાવમાં રમણ કરે તેને અનુમોદન આપવું એ તેમણે વ્યાપક અર્થ લીધા હતા. એટલે જ તેઓ આરારાંગ સત્રમાં “તુરિ નમા તે વ = ચેવ હૃતવૃત્તિ મસ” એવાં સ કહી શક્યા.
તેમની અહિંસા-ઉદાર હતી. એટલે કેવળ પિતાના જ કેવળજ્ઞાનથી સંતોષ ન માને પણ પોતાના ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીઓ ઉપરાંત તે યુગના લાખ શ્રાવકોના પ્રશ્નો લઈ તેમણે નવું ઘડતર કર્યું કરાવ્યું. આ સંધના પણ પિતાના ગૂંચવાતા પ્રશ્નો હતા. આવડો મોટો સંધ એકલે સંભાળવો એ પણ અટપટો પ્રશ્ન હતો. આજે તે નાની એવી જૈન પેટા સંપ્રદાયના પ્રશ્નો આચાર્યોને મુંઝવે છે; ત્યારે ભગવાન મહાવીર સામે સંઘસભ્યોની સંખ્યા જ કેટલી મુઝવનારી હેવી જોઈએ ! પણ એકાંગી આત્મવાદના નામે તેઓ એને પડતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com